અક્સ્માત/ અમદાવાદ: નીલગાય સાથે બાઈક અથડાતા પુત્રની સામે પિતાનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું

અમદાવાદ જિલ્લામાં અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે સંગપુર ગામ પાસે બાઇક સાથે નીલગાય અથડાતા પુત્રની નજર સામે પિતાનું કરૂણ મોત નીપજ્યું ઉપરોક્ત બનાવની મળતી માહિતી મુજબ દેત્રોજ નજીક સંગપુર ગામે રહેતા બળદેવભાઈ ભીખાભાઈ વણકર અને તેમનો પુત્ર રોહિત બંને પિતા-પુત્ર બાઈક લઈને ઘટીસણાથી સંગપુર પોતાના ગામ જઈ રહ્યા હતા ત્યારે સંગપુર ગામ […]

Ahmedabad Gujarat
content image cd8d0e98 5f79 4384 9924 9d759fc13a48 અમદાવાદ: નીલગાય સાથે બાઈક અથડાતા પુત્રની સામે પિતાનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું

અમદાવાદ જિલ્લામાં અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે સંગપુર ગામ પાસે બાઇક સાથે નીલગાય અથડાતા પુત્રની નજર સામે પિતાનું કરૂણ મોત નીપજ્યું

ઉપરોક્ત બનાવની મળતી માહિતી મુજબ દેત્રોજ નજીક સંગપુર ગામે રહેતા બળદેવભાઈ ભીખાભાઈ વણકર અને તેમનો પુત્ર રોહિત બંને પિતા-પુત્ર બાઈક લઈને ઘટીસણાથી સંગપુર પોતાના ગામ જઈ રહ્યા હતા ત્યારે સંગપુર ગામ નજીક રોડ ઉપરથી અચાનક નીલગાય નીકળતા બાઈક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બળદેવભાઈ ભીખાભાઈ વણકરનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે આ બનાવમાં રોહિતભાઈને શરીરના ભાગે ઈજાઓ થતા સારવાર અર્થે કડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા. આ અકસ્માતની જાણ થતાં દેત્રોજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતકની લાશને પીએમ અર્થે સસાટી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.