- રાજપથ કલ્બ નજીક કાર પલટી
- બેફામ ગતિએ આવતી કાર ડિવાઈટર સાથે અથડાઈ
- અકસ્માતબાદ કાર ચાલક ફરાર
- એસજી-2 ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે
- અકસ્માત બાદ ટ્રાફિકજામના દ્રશ્યો
અમદાવાદના એસજી હાઈવે ઈસ્કોન બ્રિજ તરફથી ગાંધીનગર તરફ જતી કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ફંગોળાઈને ડિવાઈડર પર ચઢી ગઈ હતી. કારની સ્પીડ એટલી વધુ હતી કે કાર બેરિકેડ તોડી પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થી નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. કારનો અકસ્માત થતાં તેનો આગળનો ભાગ દબાઈ ગયો હતો અને કાચ ફૂટી ગયા હતા. જ્યારે ઘટના સ્થળે સાઈન બોર્ડના થાંભલા પણ તૂટી ગયા હતા. કાર ડિવાઈડર પર ચડી જતા આસપાસથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. કોઈ જાનહાની થઈ હોવાનું જાણવા મળ્યું નથી. આ ઘટનામાં ઉલેખનીય વાત એ છે કે, કારમાંથી ભાજપના ખેસ જોવા મળ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.