અમદાવાદમાં ભરશિયાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો હતો.
આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત રાજ્યમાં વહેલી સવારે માવઠું થયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શહેરમાં મોડી રાતે તેમજ વહેલી સવારે પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેને લઈને લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો.
શહેરના એસજી હાઈવે, સેટેલાઈટ, નહેરુનગર, રાણીપ, વાડજ, નારપુરા, સાબરમતી, ઘાટલોડિયા, કાલુપુર, નરોડા, શાહીબાગ, ગોતા, ઘાટલોડિયા, કાલુપુર સહિતના વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યાં હતા. ભર શિયાળે વરસાદ વરસતા વાતાવરણમાં શીત લહેર પ્રસરી હતી.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે ગઈકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતુ. જ્યારે કેટલાક ઠેકાણેં હળવો વરસાદ પણ વરસ્યો હતો. આ કમોસમી માવઠાથી ખેડૂતોને ખેતરમાં ઉભા પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.
અમદાવાદ ઉપરાંત અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. લાઠી પંથકમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અરવલ્લી, બોટાદ, મોરબી, મહેસાણા, સાબરકાંઠામાં પણ વહેલી સવારે વરસાદ પડ્યો હતો.
રાજ્યના વાતાવરણમાં એકાએક આવ્યો પલટો, ધરતીપુત્રોની વધી ચિંતા, જાણો ક્યાં પડ્યો વરસાદ
એક જ પરિવારના ત્રણ બાળકોનાં ડૂબી જવાથી મોત, પરિવારમાં છવાયો માતમ
લિયાદ ગામે રાત્રી દરમિયાન વીજ તંત્ર ટાટકિયું, લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ
રામોલમાં અસામાજીક તત્વોનો ફરી આતંક, જુઓ વિડિયો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…