અમદાવાદનાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી યુવતીએ પાડોશી યુવક સામે છેડતી તેમજ ચહેરા પર એસીડ નાખવાની ધમકી આપતી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. યુવતિ ઘરે એકલી હતી, ત્યારે પાડોશી યુવકે આવીને છેડતી કરી હતી અને બાદમાં બીજા કોઈ સાથે લગ્ન કરશે, તો તારા ચહેરા પર એસિડ છાટી દેઇશ, તેવી ધમકી આપી ફરાર થઈ ગયો હતો. છોકરીની ફરિયાદનાં આધારે સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
થોડા દિવસો પહેલાં યુવતિના માતાપિતા મરણ પ્રસંગે વતન ગયા હતા, ત્યારે આ યુવતી ઘરમાં એકલી હતી. ત્યારે ઘર નજીક રહેતો પીયુષ ચાવડા નામનો યુવક આ યુવતીના એકતરફી પ્રેમમાં હતો. યુવતિ ઘરે એકલી હોવાનો ફાયદો ઉઠાવી તે તેના ઘરે પહોંચી ગયો હતો. બાદમાં શારીરિક અડપલાં કરી યુવકે યુવતિને ધમકી આપી હતી.
યુવક એકતરફી પ્રેમમાં હોવાથી તેણે ધમકી આપી કે, જો તે બીજે ક્યાંય લગ્ન કરશે તો તેની પર એસિડ છાંટી ચહેરો બગાડી નાખશે, રાત્રે માતા પિતા ઘરે આવતા યુવતિએ આ બાબતની જાણ માતા-પિતાને કરી હતી. જેથી યુવતિ અને તેણીનાં પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.