Ahmedabad News/ અમદાવાદનો યુવાન ડિજિટલ એરેસ્ટના સાણસામાં આવ્યો, પોલીસે 12 શખ્સોની ગેંગ ઝડપી

અમદાવાદના નારણપુરામાં નારણપુરામાં રહેતા એક યુવકના પાર્સલમાં ડ્રગ્સ અને અન્ય વાંધાજનક ચીજવસ્તુઓ હોવાથી ગુનો નોંધાયો હોવાનું કહીને યુવકને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 36 1 અમદાવાદનો યુવાન ડિજિટલ એરેસ્ટના સાણસામાં આવ્યો, પોલીસે 12 શખ્સોની ગેંગ ઝડપી

Ahmedabad News: અમદાવાદના નારણપુરામાં નારણપુરામાં રહેતા એક યુવકના પાર્સલમાં ડ્રગ્સ અને અન્ય વાંધાજનક ચીજવસ્તુઓ હોવાથી ગુનો નોંધાયો હોવાનું કહીને યુવકને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. આ પછી તેના બેંક એકાઉન્ટમાં રહેલા નાણાં અને યુવકના નામે પર્સનલ લોન લઈને છેતરપિંડી આચરી હતી. મહત્ત્વનું છે કે, આ કેસનો ભેદ ઉકેલીને નારણપુરા પોલીસે આંતરરાજ્ય ગેંગના 12 શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ ચાઈનીઝ ગેંગના માટે છેતરપિંડીના નાણાંની હેરફેર કરવા માટે બેંક એકાઉન્ટ પુરા પાડતા હતા.

વડોદરામાં બનેલા આવા જ પ્રકારના એક બનાવમાં એક મહિલાને ડિજીટલ એરેસ્ટ દ્વારા ધમકી આપીને લાખો રૂપિયા પડાવી લેવાયા હતા. છાશવારે લોકોને હાઉસ અરેસ્ટ કરીને લાખો પડાવતી ગેંગે પોલીસને પણ દોડતી કરી દીધી છે. અત્યાર સુધી આપણે ડિજિટલ અરેસ્ટના અનેક કેસ વિશે સાંભળ્યું, તેની વિવિધ મોડ્સ ઓપરેન્ડી વિશે જાણ્યું. આ બનાવમાં જેમાં એક શખસ નકલી IPS અધિકારી બનીને વડોદરાની શિક્ષિકાને ડિજિટલ અરેસ્ટ કરીને પૈસા પડાવી લે છે.

આ વીડિયોમાં આપણે જોઇશું કે કેવી રીતે ઠગબાજોએ વડોદરાની મહિલાને હાઉસ અરેસ્ટ કરી તેને ટોર્ચર કરી, તેના પતિને ગોળી મારી દેવાની ધમકી આપી અને એક લાખ રૂપિયા પડાવી દીધા. આ મહિલા તેમને વિનંતી કરતી રહી અને સામે આરોપીઓ તેને પોલીસ અને CBI અધિકારીનો દમ મારી પોતાની કરતૂતને અંજામ આપતા રહ્યા.થોડા સમય માટે તમે ઊભા થઇ જાઓ, તમે કમ્પલિટ કેમેરામાં દેખાવા જોઇએ. મોબાઇલ પોટ્રેટ પોઝિશનમાં સેટ કરો અને મોબાઇલ હાથમાં ન રાખો. હું સૌથી પહેલા મારી ઓળખાણ આપું. આઇપીએસ ઓફિસર રાકેશ કુમાર છું. મુંબઇ સાયબર ક્રાઇમ, ઇસ્ટ બ્રાંચ. હવે તમે મને સાંભળી શકતા હશો અને જોઇ પણ શકતા હશો.

તમારો કેસ છે, એ ખૂબ સિરિયસ કેસ છે. સીબીઆઇ ઓફિસર દ્વારા મને આજે આ કેસની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. તમે બેસી જાઓ. તમે મુંબઇથી થાઇલેન્ડ ગેરકાયદે પાર્સલ મોકલ્યું છે. તમારા નામથી એક બેંક એકાઉન્ટ પણ છે. જેમાંથી તમે 6.8 મિલિયનની મની લોન્ડરિંગ કરી છે અને હ્રુમન ટ્રાફિકિંગ પણ કરવામાં આવી છે. જેથી સીબીઆઇ આ કેસની તપાસ કરશે. તમે અમને સહકાર આપશો અને આ વાતને ગોપનીય રાખશો.જો તમે નિર્દોષ છો. તો તમને જલદી જ ક્લિયરન્સ લેટર આપી દેવામાં આવશે. અમારા તરફથી તમને તો જ સહકાર મળશે જો તમે અમને સહકાર આપશો. તમને હાયર ઓથોરિટી દ્વારા જે પ્રોટોકોલ આપવામાં આવે તેને તમે ફોલો કરજો. જુઓ ઇન્વેસ્ટિગેશન ઓફિસર અને સીબીઆઇ ઓફિસરને પરમિશન નથી હોતી કે, તેઓ તેઓનો ફેસ રિવીલ કરે. તમારા બધા ડાઉટ ક્લિયર થઇ ગયા હશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ડિજિટલ એરેસ્ટમાં મહિલાઓના નગ્ન ફોટા-વિડીયો ઉતારી વધારે રૂપિયા વસૂલાય છે

આ પણ વાંચો: ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગના માસ્ટર માઇન્ડ ચાર તાઇવાનીઝ

આ પણ વાંચો: અમદાવાદ સાઇબર ક્રાઇમે ડિજિટલ એરેસ્ટના ગુનામાં 4 તાઇવાનીઝ સહિત 13ની કરી ધરપકડ