- કયારે દોડશે મેટ્રો
- મેટ્રો ટ્રેનનું કામ પૂરજોશમાં
- ટનલનું RCCનું કામ પૂર્ણ
- ટનલમાં પાટા ફીટ કરવાની કામગીરી
- ટનલની અંદર ક્રોસ પેસેજ
અમદાવાદીઓ છેલ્લા ઘણા સમયથી મેટ્રો ટ્રેનની રાહ જોઈ રહ્યાં છે. મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ હાલમાં પુરજોશમાં ચાલી રહ્યું છે. જો કે આ પ્રોજેક્ટ પર પણ કોરોનાની અસર પડી છે. ત્યારે હવે લોકોનો સવાલ છે કે ક્યારે અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડશે?
મહિલા સુરક્ષા પર સવાલ! / મહિલાને માર મારતો આ વીડિયો તમારા હોશ ઉડાવી દેશે, જુઓ Video
મેટ્રોનો પ્રોજેક્ટ અમદાવાદ માટે મહત્વનો માનવામાં આવે છે. તેમજ પરિવહન ક્ષેત્રે પણ શહેર માટે મેટ્રો રેલ પ્રોજેકટ અતિ મહત્વનો છે. ત્યારે આ પ્રોજેકટ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જોકે કોરોનાને કારણે આ પ્રોજેકટની કામગીરી અટકી પડી હતી. જે કામગીરીએ હવે ફરી જોર પકડ્યું છે. મેટ્રો રેલ પ્રોજેકટની ફેઝ-1માં 40 કિલોમીટરમાં મેટ્રો રેલ દોડાવવાનું કામ ચાલું છે. જેમાં મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તો સાથે જ મેટ્રો રેલ ટનલની પણ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અને પાટા નાખવાનું કામ ચાલુ છે.
નોટિસ / સદીનાં મહાનાયકનાં ઘરની તૂટશે દિવાલ, શું કરશે બોલિવૂડનાં સરકાર?
કુલ ચાર સ્ટેશન રહેશે જેમાં શાહપુર, ઘીકાંટા, કાલુપુર, કાંકરિયા ઇસ્ટ સ્ટેશનનો સમાવેશ થાય છે. મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1માં એપરલ પાર્કથી શાહપુર સુધી 6.5 કિલોમીટરમાં ટનલ બનાવવામાં આવી છે. જે ટનલમાં RCC લગાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. અને હવે ટનલમાં પાટા ફીટ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. જ્યાં 2022 અંત સુધી મેટ્રો ટ્રેન દોડતી કરી દેવાશે.
મહામારીનો ડર / દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 43 હજારથી વધુ કેસ, રિકવરી રેટ 97.09% પર પહોંચ્યો
હાલમાં એપરલ પાર્કથી કાલુપુર સુધી RCC લગાવવામાં આવ્યા છે અને પાટા ફિટ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. જ્યારે કાલુપુરથી શાહપુર સુધી ટનલમાં RCC લગાવ્યા બાદ અન્ય કામગીરી કરવામાં આવશે. મેટ્રો ટનલ જમીનનાં 18 મીટર નીચે બનાવવામાં આવી છે. જેથી મુસાફરોની સ્લામતી પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં ટનલમાં 250 મીટર અંતરે ટનલ ક્રોસ પેસેજ સાથે જોડવામાં આવી છે. કાલુપુર મેટ્રો ટનલ સ્ટેશનની વાત કરીએ તો તેમાં a,b,c અને d એમ 4 એક્ઝિટ અને એન્ટ્રી ગેટ રખાયા છે. તો સ્ટેશનમાં ટીકીટ બારી સાથેની મુસાફરોને લગતી તમામ સુવિધા અને સેફટીની પણ સુવિધા રાખવામાં આવી છે. અને તે જ પ્રકારની સુવિધા તમામ સ્ટેશનોમાં રખાઈ છે. જેથી મુસાફરોને કોઈ હાલાકી ન પડે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…