અમદાવાદમાં PM નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ મેટ્રો આ મહિનાના અંતમાં શરુ થવા જઈ રહ્જીયો છે. અમદાવાદી જેની લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. એવા મેટ્રો રેલના બે રૂટ અમદાવાદમાં એક સાથે શરુ થશે. જેમાં અમદાવાદના કોટ વિસ્તારમાં ટનલમાં એટલે કે ભૂગર્ભમાં મેટ્રો રેલ દોડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમા નોરતે અમદાવાદમાં મેટ્રો રેલ શરૂ કરાવી શકે છે. આગામી ૩૦ સપ્ટેમ્બરથી અમદાવાદ ખાતે મેટ્રો ટ્રેનના બે રૂટ શરૂ થવા જઈ રહ્યા છે, જેમાં અમદાવાદમાં અપેરલ પાર્ક સ્ટેશનથી મેટ્રો રેલ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં ઊતરીને કાંકરિયા, કાલુપુર, ઘીકાંટા અને શાહપુર સ્ટેશન વચ્ચે અન્ડરગ્રાઉન્ડમાં દોડશે અને શાહપુર સ્ટેશનથી અન્ડરગ્રાઉન્ડમાંથી ટ્રેન બહાર નીકળશે. હાલમાં બન્ને રૂટનાં મેટ્રો સ્ટેશનોને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
આ મેટ્રો રેલ પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધીમાં ૧૨૫૦૦ કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. એવા અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ પૈકી ના ૪૦ કિ.મી ના ૩૨ સ્ટેશનો પર પ્રથમ નોરતાથી મેટ્રો ટ્રેન દોડતી થઇ જાય એવી પુરી શક્યતાઓ છે.
આ રૂટ નીચે મુજબ છે.
વાસણા – મોટેરા રૂટ ૧૮.૮૯ કિ.મી ૧૫ સ્ટેશન
વસ્ત્રાલ- થલતેજ રૂટ ૧૪.૫૩ કિ.મી ૧૩ સ્ટેશન
અન્ડર ગ્રાઉન્ડ રૂટ ૬.૬૦ કિ.મી ૪ સ્ટેશન
૧) વાસણા APMC – મોટેરા રૂટ ના ૧૫ સ્ટેશનોમાં
જીવરાજ પાર્ક, રવિનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જુની હાઈ કોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર,વાડજ ,રાણીપ, સાબરમતી રેલવે સ્ટેશન, એઈસી, સાબરમતી અને મોટેરા સમાવિષ્ઠ છે. આ રૂટના એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે ૩૮ મીનીટ નો સમય લાગશે..
૨) વસ્ત્રાલ – થલતેજ રૂટ ના ૧૭ સ્ટેશનોમાં,
થલતેજ ગામ, થલતેજ, દુરદર્શન કેન્દ્ર, ગુરુ કુલ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા,એસ.પી . સ્ટેડિયમ, જુની હાઈ કોર્ટ, શાહપુર , ઘી કાંટા, કાલુપુર મેટ્રો સ્ટેશન, કાંકરિયા ઈસ્ટ,એપરલ પાર્ક, અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ, નિરાંત ચોકડી અને વસ્ત્રાલ ગામ સમાવિષ્ઠ છે.
(અન્ડર ગ્રાઉન્ડ રૂટ માં કાલુપુર, શાહપુર, ઘી કાંટા અને કાંકરિયા ઈસ્ટ એમ ૪ સ્ટેશનો નો સમાવેશ છે )
* આ રૂટના એક છેડેથી બીજા છેડે જવા માટે ૪૦ મીનીટ નો સમય લાગશે..
* મહતમ ભાડું ₹ ૨૫ અને વિવિધ સ્ટેશનો પ્રમાણે ₹ ૫ ,૧૦,૧૫,૨૦,૨૫ એમ પાંચ ના ગુણાંક માં રહેશે .
* એક સ્ટેશન થી બીજા સ્ટેશન પહોંચતા માત્ર દોઢ મીનીટ થશે..
* આ મેટ્રો ટ્રેન માં ત્રણ કોચ રહેશે જેમાં ૧૦૦૦ જેટલા મુસાફરો સફર કરી શકશે અને પ્રતિ કલાક ૮૦ કિમી ની રફતારે દોડશે.
* દરરોજ અંદાજે સરેરાશ ૪૦ હજાર જેટલા મુસાફરો સફર કરશે .
* મોટા ભાગના મેટ્રો સ્ટેશન પાસે જગ્યા ના અભાવે પાર્કિંગ ની વ્યવસ્થા નથી. તે બાબત ધ્યાને લઇ મેટ્રો સ્ટેશન થી મુસાફરોને અન્ય વાહન મળી રહે તે માટે ખાસ ઈ રીક્ષા ની વ્યવસ્થા ગોઠવવાનુ આયોજન છે.
*ઈ રીક્ષા ના માધ્યમ થી મુસાફરો નજીક ના બીઆરટીએસ સ્ટેશન સુધી અવરજવર કરી શકશે..
ઈ રીક્ષાને કારણે પ્રદૂષણ ઘટશે અને રીક્ષા ચાલકો ને રોજગારી પણ મળી રહેશે..
*આ ત્રણ રૂટ ૨૦૨૧ માં શરુ થનાર હતા પરંતુ કોરોના અને કાયદાકીય અડચણોને કારણે શરુ ન હતા થઈ શક્યા . ત્યાર બાદ ચોમાસાને કારણે થોડો વિલંબ થયો હતો.
*હવે CMRS – Commissioner of Metro Rail Services તરફથી કોચ , ત્રણેય રૂટના ટ્રેક , સ્ટેશન, સેફ્ટી સહિતની તમામ બાબતોનું ઇન્સ્પેક્શન પૂર્ણ કર્યું છે અને સેફ્ટી કલીયરન્સ સર્ટિફિકેટ ની રાહ જોવાઈ રહી છે.
જે ૨૦ મી સપ્ટેમ્બર સુધીમાં મળી જાય તો પ્રથમ નોરતે મેટ્રો ટ્રેન શરૂ થવાની પુરી શકયતાઓ છે. તે જોતાં આ નવરાત્રિ માં અમદાવાદ ના ઉત્સાહી ખેલૈયાઓ. રાસ -ગરબા દાંડીયા રમવા અમદાવાદ ના એક છેડેથી બીજા છેડે વધુમાં વધુ ₹ ૨૫ ના ભાડામાં ફક્ત ૪૦ મીનીટ માં પહોંચી ને માણી શકશે. આગામી ૨૦૨૩-૨૪ સુધીમાં અમદાવાદથી ગાંધીનગર સુધીની મેટ્રો ટ્રેન શરૂ થઈ જાય તેવા પણ એંધાણ જણાઈ રહ્યા છે.