Barrage cum Bridge/ અમદાવાદીઓને મળશે વધુ એક બ્રિજની ભેટ, પાણીનો વધુ સંગ્રહ થશે

અમદાવાદમાં વધુ એક બ્રિજ તૈયાર કરવામાં આવશે. સાબરમતી નદી પર રબર બેરેજ કમ બ્રિજની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. આધુનિક ડિઝાઈન ધરાવતો આ બ્રિજ તૈયાર કરવાને લઈ વાહન વ્યવહારને માટે મોટી રાહત સર્જાવા સાથે સાબરમતી નદીમાં પાણીનો જથ્થાનો પણ નોંધપાત્ર પ્રમાણમાં સંગ્રહ કરી શકાશે. 

Gandhinagar Top Stories Gujarat
મૃત્યુદરમાં થશે ઘટાડો 23 2 અમદાવાદીઓને મળશે વધુ એક બ્રિજની ભેટ, પાણીનો વધુ સંગ્રહ થશે

અમદાવાદ : અમદાવાદમાં વધુ એક બ્રિજ તૈયાર કરવામાં આવશે. સાબરમતી નદી પર રબર બેરેજ કમ બ્રિજની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. આધુનિક ડિઝાઈન ધરાવતો આ બ્રિજ તૈયાર કરવાને લઈ વાહન વ્યવહારને માટે મોટી રાહત સર્જાવા સાથે સાબરમતી નદીમાં પાણીનો જથ્થાનો પણ નોંધપાત્ર પ્રમાણમાં સંગ્રહ કરી શકાશે.  બ્રિજ ખૂબ જ મહત્વની યોજનારુપ સાબિત થશે. નવીન બ્રિજ એક અલગ જ ઓળખ ઉભી કરશે. આ બ્રિજ રીવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવશે.

આ બ્રિજ પશ્ચિમમાં ટોરેન્ટ પાવર સ્ટેશનથી પૂર્વમાં કેમ્પ સદર બજાર (એરપોર્ટ રોડ)ના બંને રસ્તાઓને જોડશે. તેના લીધે શહેરના પશ્ચિમ વિસ્તારો જેવા કે ચાંદખેડા સાબરમતી, મોટેરા અને પૂર્વના હાંસોલ અને એરપોર્ટને સીધી કનેક્ટિવિટી મળશે. બીજા શબ્દોમાં કહીએ તો એરપોર્ટ પરથી આવતા વાહનોએ હાલમાં શહેરમાં આવવું હોય તો તેમના માટે ઇન્કમ ટેક્સના બદલે સીધો સાબરમતી રિવરફ્રન્ટનો રોડ ઉપલબ્ધ બનશે. તેના પગલે ઇન્કમ ટેક્સના રોડ પરનું દબાણ ઘટાડી શકાશે. આમ ટ્રાફિક સમસ્ય ઘણી હળવી બનશે.

પુલની બંને બાજુએ ફૂટપાથ સાથે તથા રિવરફ્રન્ટ રોડ માટે ચારેય બાજુએ મુખ્ય બ્રીજ સુધી કનેક્ટ કરતો બ્રિજ બનાવવાની દરખાસ્ત પણ મૂકવામાં આવી છે. આ બ્રિજ પશ્ચિમમાં ટોરેન્ટ પાવર હાઉસ અને પૂર્વમાં કેમ્પ સદર બજારને જોડતો હોવાથી એરપોર્ટ પરનો અને એરપોર્ટ રોડ પરનો ટ્રાફિક પૂર્વ અને પશ્ચિમ બંનેમાં રિવરફ્રન્ટ રોડ પર વાળી દઈને મુખ્ય રસ્તા પરનું દબાણ ઓછું કરી શકાશે.

આ બ્રિજ પણ ફક્ત બ્રિજ નહી હોય, પણ બેરેજ કમ બ્રિજ હશે. તેના લીધે ઉપરવાસમાંથી આવતા પાણીના મોટા જથ્થાને એકત્રિત કરી શકાશે. તેના લીધે અમદાવાદ શહેરમાં નર્મદા મેઇન કેનાલના મેઇન્ટેનન્સ રિપેરિંગ દરમિયાન કોતરપુર ઇન્ટેકવેલ મારફતે દસથી પંદર દિવસ સુધી પાણીનો જથ્થો શુદ્ધીકરણ માટે કોતરપુર વોટર વર્ક્સ ખાતે ઉપલબ્ધ થઈ શકશે.

આ બ્રિજ પણ ગમે તેવો નહીં હોય, પણ અમદાવાદની ઓળખ સમાન બ્રિજ હશે. ગુજરાતમાં નદીના પાણીને રોકી શકાય અને ઉપરથી વાહનોની અવરજવર હોય તેવો એકપણ બ્રિજ બનાવાયો નથી. હવે આવો રબરથી સંચાલિત બેરેજ કમ બ્રિજ બનાવવામાં આવનાર છે. ઓવરબ્રિજની નીચે રબર બેરેજથી પાણી રોકીને સ્ટોર કરી શકાશે. તેથી જરૂરિયાતા સમયે આ રબર સામાન્ય સ્થિતિમાં આવી જઈ નદીના સ્તરે આવી જશે, જેના લીધે પૂરના સમયે અથવા વહેતા પાણીમાં અવરોધરૂપ પણ બનશે નહીં.

બેરેજ કમ બ્રિજની ખાસિયત રબર બેરેજનું ઓપરેશન અને મેઇન્ટેનન્સ છે. તે ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ આધારિત છે. તેને ડીફલેક્ટ કરવાથી નદીના વહેતા પાણીને અવરોધરૂપ ન થાય તે હેતુથી વૈકલ્પિક દરખાસ્તોનો અભ્યાસ કરીને સાનુકૂળ પરિસ્થિતિને આધીન ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ આધારિત એર ફિલ્ડ રબર બેરેજ બનાવવામાં આવનાર છે. બેરેજ સ્પેશ્યલાઇઝ્ડ પ્રકારનો તથા ગુજરાત માટે પ્રથમ પ્રકારનો પ્રોજેક્ટ હોવાથી તેના ટેન્ડરિંગમાં આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ ભાગ લેવાની છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ