@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
રણમાં પરંપરાગત રીતે મીઠું પકવતા ગરીબ અને પછાત અગરીયાઓની ઘણી બધી દારૂણ કહાનીઓ આપણે જોઈએ અને સાંભળીએ છીએ. જો કે ઘણા બધા લોકોને એ નહીં ખબર હોય કે રણની સીઝન પૂર્ણ થયા બાદ ચોમાસા દરમિયાન રણ આખુ વરસાદનાં પાણીથી ભરાઈ જતા મીની સમુદ્રમાં ફેરવાઇ જાય છે.
વિશ્વ પર્યાવરણ દિવસ: સુરેન્દ્રનગર જિલ્લામાં અનોખી રીતે કરાઈ “વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી
ત્યારબાદ આ રણનુ પાણી દરીયાઈ માર્ગે ધીરે ધીરે ચોમાસા બાદ ખાલી થતું થાય છે. એવા સમય દરમ્યાન નવી સીઝન માટે અગરીયાઓ રણમાં કામ અર્થે જતા હોય છે. આ સમયે રણમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીનાં ટેન્કરો પણ બંધ હોય છે, ત્યારે છેવાડાનો માનવી ગણાતો અગરીયા સમુદાયને પોતાના માટે પીવાનાં પાણીનો વિકટ પ્રશ્ન હોય છે કે પીવાનું પાણી ક્યાંથી લાવું ? આ સમયે ચારે બાજુ રણમાં કીચડ હોઈ દશથી પંદર કિલોમીટર કીચડ ખુંદતા ખુંદતા પોતાના પાટે કામ અર્થે જતા હોય છે.
ઓછા વેક્સીનેશનથી અકળાયા અધિકારી: સરપંચો વેક્સીન નહિ લે તો વર્કઓર્ડર નહિ આપવાનું અધિકારીઓ દ્વારા ફરમાન
આવા સમયે પીવાનાં પાણીની અગરીયાઓ પોતે આગોતરી વ્યવસ્થા કરી અગરીયાઓ જ્યારે રણમાંથી ઘરે આવે ત્યારે જમીનમાં ખાડો કરી પ્લાસ્ટિકનાં ફુગ્ગામાં પીવાનું પાણી ભરી જમીનમાં દાટી દઇને ટ્રેક્ટરમાં સરસામાન સાથે પોતાના માદરે વતન પરત ફરે છે. અને જ્યારે ચોમાસા બાદ રણમાં કામ અર્થે જાય ત્યારે એ જ જમીનમાં દાટેલા પાણીનો પીવા માટે ઉપયોગ કરે છે. રણમાં “કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું” પકવતા છેવાડાનાં માનવીની દારૂણ્ય.