દેશમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે અનેક શહેરોમાં લોકડાઉન ચાલુ છે. કેટલાક શહેરોમાં આવનજાવન પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં લોકો પ્રવાસ ટાળી રહ્યા છે. હવાઈ મુસાફરી પર તેની બહુ મોટી અસર જોવા મળી છે. એક અંદાજ મુજબ, એપ્રિલ દરમિયાન હવાઈ મુસાફરોની સંખ્યામાં 17% ઘટાડો થઈ શકે છે. ફેબ્રુઆરી અને માર્ચમાં, તેમની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો.
મે પછી એરલાઇન્સ ફરી શરૂ કરાઈ હતી
રેટિંગ એજન્સી ઇક્રા અનુસાર, એપ્રિલમાં એર પેસેન્જર ટ્રાફિકની વૃદ્ધિ 15 થી 17% સુધી ઘટવાની ધારણા છે. મે 2020 થી, સ્થાનિક પેસેન્જરનો ટ્રાફિક ફેબ્રુઆરીમાં 64% સુધી પહોંચ્યો હતો. માર્ચ 2021 માં સરેરાશ 2.49 લાખ મુસાફરો ફ્લાઇટ દ્વારા મુસાફરી કરે છે. 6 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન, તે માર્ચની તુલનામાં અચાનક 12% ઘટાડો નોધાયો હતો. વધતા કોરોના કેસો અને નવા પ્રતિબંધોને લીધે, એવી આશા છે કે આ મહિનામાં હવાઈ ટ્રાફિક હજુ પણ વધુ ઘટશે.
13 એપ્રિલના રોજ મુસાફરોની સંખ્યા 2 લાખથી નીચે પહોંચી ગઈ હતી
મળતી માહિતી મુજબ, 13 એપ્રિલના રોજ લગભગ 5 મહિનામાં પહેલીવાર મુસાફરોની સંખ્યા 1 લાખ 83 હજાર 331 ની નીચે પહોંચી ગઈ છે. ડીજીસીએના ડેટા અનુસાર, ફેબ્રુઆરીમાં 78 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી, જ્યારે જાન્યુઆરીમાં, 77.3 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી. ફેબ્રુઆરી 2021 દરમિયાન, દરરોજ 2,296 ફ્લાઇટ્સ ઉડતી હતી, જ્યારે ફેબ્રુઆરી 2020 માં આ સંખ્યા 3,137 હતી. જો કે, આ સંખ્યા જાન્યુઆરી 2021 ની સરખામણીએ સારી રહી છે. જાન્યુઆરી 2021 માં, કુલ 2,190 ફ્લાઇટ્સ દૈનિક ઉડતી હતી.
જાન્યુઆરીમાં 77.34 લાખ લોકોએ મુસાફરી કરી
એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) અનુસાર જાન્યુઆરીમાં હવાઈ મુસાફરોની સંખ્યા 77.34 લાખ હતી. ફેબ્રુઆરીમાં ફ્લાઇટ દીઠ સરેરાશ મુસાફરોની સંખ્યા 121 હતી, જે ગયા વર્ષના સમાન મહિનામાં 136 હતી. પેસેન્જર લોડ ફેક્ટર ફેબ્રુઆરી 2021 માં 78 % ની સપાટીએ રહ્યા હતા, જે એક વર્ષ અગાઉ સમાન મહિનામાં 87.7% હતું. જો કે, જાન્યુઆરીમાં તે માત્ર 73% હતું. પેસેન્જર લોડ ફેક્ટર એટલે કે ફ્લાઇટ્સમાં કેટલી બેઠકો ભરાય છે.
મે 2020 થી ફેબ્રુઆરી 2021 સુધીમાં 4.56 કરોડ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો
મે 2020 થી ફેબ્રુઆરી 2021 સુધીમાં કુલ 4.56 કરોડ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. મે 2020 માં જ કોરોના પ્રતિબંધ બાદ ઘરેલુ ફ્લાઇટ્સને ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી મળી હતી. ડેટાના આધારે, દેશમાં એર પેસેન્જર ટ્રાફિક 10 વર્ષના તળિયે પહોંચી ગયો છે. નાણાકીય વર્ષ 2020-21માં કુલ 5.34 કરોડ મુસાફરોએ હવાઇ મુસાફરી કરી હતી. નાણાકીય વર્ષ 2010-11માં 5.38 કરોડ મુસાફરો મુસાફરી કરી હતી. 31 માર્ચ 2020 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષની તુલનામાં 31 માર્ચ 2021 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં મુસાફરોની સંખ્યામાં 62% ઘટાડો થયો છે.
માર્ચમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો
માર્ચ 2021 માં કુલ 77-78 લાખ મુસાફરોએ મુસાફરી કરી, જે ફેબ્રુઆરીની તુલનામાં માત્ર 1% ઓછી હતી. તે માર્ચ 2020 ની તુલનામાં 33.1% ઘટ્યો છે. માર્ચમાં ફ્લાઇટ દીઠ મુસાફરોની સરેરાશ સંખ્યા 109 હતી, જે માર્ચ 2020 માં 111 હતી. મુસાફર લોડ ફેક્ટર માર્ચ 2021 માં એક વર્ષ અગાઉના મહિનામાં 73.1.૧% ની સરખામણીએ 72 % હતું. જોકે ફેબ્રુઆરી 2021 માં તે 79% હતો.
રિફંડ અંગેની મોટાભાગની ફરિયાદ
માર્ચમાં ગ્રાહકોની ફરિયાદો વિશે વાત કરીએ તો દર 10000 મુસાફર માંથી 101 મુસાફરોએ રીફંડ માટે ફરિયાદ કરી છે. સૌથી વધુ ફરિયાદ ટિકિટના નાણાં પરત આપવા અંગે કરવામાં આવી હતી જે 65.7% હતી. જેમાં એર ઈન્ડિયા નંબર વન રહ્યું છે. તેની સામે સૌથી વધુ ફરિયાદ આવી છે. જેની સામે 7.6% ફરિયાદો કરવામાં આવી હતી. ગો એર સામે 0.5% ફરિયાદો હતી. સ્પાઇસ જેટ અને એર એશિયા સામે 0.2% ફરિયાદો નોંધાઈ છે. સમય પર સારા પ્રદર્શનના સંદર્ભમાં ઈન્ડિગો ચાર મોટા મહાનગરોમાં ટોચ પર છે. તેનું સરેરાશ પ્રદર્શન 97.8% છે. સૌથી ખરાબ એર ઇન્ડિયા રહ્યું છે અને તેનું પ્રદર્શન 86.2% રહ્યું છે.