દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ… સુરેન્દ્રનગર
Abvp સુરેન્દ્રનગર ની ટીમ દ્વારા પંદર દિવસથી કોરોનાગ્રસિત લોકોના પરિવાર માં તેમજ હોસ્પિટલ માં નિઃશુલ્ક ટિફિન સેવા પૂરી પાડવામાં આવી રહી છે, abvp કાર્યકર્તાઓની આ પહેલ ને વધારે માં વધારે જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી.
સાથે સાથે એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા કોરોના ગ્રસ્ત પરિવારો ને સુરક્ષિત કરવાના આશય થી નિઃશુલ્ક હોમ સેનિટાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આં ઉપરાંત ઓક્સિજન સિલિન્ડર ની કોરોના ગ્રસિત લોકો ને જરૂર હતી ત્યારે તેમના પરિવાર ના લોકો સાથે રહી ને પૂરતા પ્રયત્ન કરી ને ઓક્સિજન સિલિન્ડર ની પણ વ્યવસ્થા કરાવવામાં આવી હતી. સુરેન્દ્રનગર શહેરની શ્રી મહાત્મા ગાંધી હોસ્પિટલ માં ચાલતા rss ના “માહિતી કેન્દ્ર કેમ્પ”માં પણ abvp ના કાર્યકર્તા ગરમ હળદર વાળું દૂધ,ઉકાળો,તેમજ કોરોના સામે સુરક્ષા માટે ની વિવિધ માહિતી માટે આપવા માટે ના સેવા યજ્ઞમાં પણ જોડાયા છે.
“જન સેવા એ જ રાષ્ટ્ર સેવા અને રાષ્ટ્ર સેવા એ જ અમારો લક્ષ્ય ” આવા હેતુ થી આ કાર્ય માં abvp સુરેન્દ્રનગરના જિલ્લા પ્રમુખ ડો.રમેશ ભાઇ દાવડા, જિલ્લા સંયોજક અનિરુધ્ધસિંહ પરમાર, જિલ્લા વિસ્તાર કૃપલ ભાઈ દેસાઈ સહીત જીગરભાઈ દવે ,આશુતોષભાઇ રાવલ,ધાર્મિલભાઈ પટેલ,સુજલભાઇ પંડ્યા,ગૌતમભાઇ મુંધવા,કેવલભાઇ હળવદીયા,શુભમભાઇ શર્મા સોમાની,મિતભાઈ સોમાની,જીગરભાઇ ખંભલા,જોડાયા છે.