પાકિસ્તાનનાં તોફાની બેટ્સમેન ફખર જમાને (193), રનની શાનદાર ઇનિંગ રમી હોવા છતાં, પાકિસ્તાનને 17 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો. ધ વેન્ડેર્સ સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડેમાં પાકિસ્તાનનાં આ યુવા ખેલાડીએ જે કરી બતાવ્યુ તે વર્ષો બાદ કોઇ કરી શકે છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની જીત બાદ ત્રણ મેચની શ્રેણી 1-1 થી બરોબરી પર આવી ગઇ છે. પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી વનડે સીરીઝની બીજી મેચમાં ત્યારે ભારે ચર્ચામાં આવી હતી જ્યારે પ્રોટીયાઝ ટીમનાં વિકેટકીપર ક્વિન્ટન ડિકોકે પાકિસ્તાનનાં ઓપનર ફખર જમાનને રન આઉટ કરીને તેની 193 રનની ઇનિંગ્સનો અંત લાવી દીધો હતો.
માહી માર રહા હૈ / નેટ્સ પર ધોની લગાવી રહ્યો છે તાબડતોડ છક્કા, વિરોધી ટીમ રહે તૈયાર, જુઓ Video
પાકિસ્તાનની ઇનિંગની છેલ્લી ઓવરનો પહેલો બોલ ફખર જમાને લોંગ ઓફ તરફ રમ્યો અને બે રન દોરવા ગયો. તે દરમિયાન, દક્ષિણ આફ્રિકાનાં વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે ફખર જમાનનું ધ્યાન ભટકાવી દીધુ, જેણે જમાનની ગતિ ધીમી થઇ અને તેણે પાછળ ફરીને જોયું. ત્યા સુધી ફખર ડીકોકની જાળમાં ફસાઇ ચુક્યો હતો. ક્વિન્ટન ડી કોક તેને આંખનાં પલકારે આઉટ કરી દીધો, જે પછી વિવાદ ઉભો થયો હતો.
Cricket / ફખર જમાને રચ્યો ઈતિહાસ, વિશ્વનાં દિગ્ગજ ખેલાડીઓ પણ નથી કરી શક્યા તે કરી બતાવ્યું
અખ્તરે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘જ્યારે મેચ રેફરીને રિપ્લેમાં વારંવાર બધું જોવાની ક્ષમતા હોય છે, તો તેઓ કેમ તે અંગે નિર્ણય કરી શક્યા નહીં? તમે નોબલ અથવા બેટને બોલ ટચ કર્યો છે કે નહી તે જાણવા માટે રેફરલ લો છો, અહીં ક્રિકેટનાં નિયમો લાગુ કરવામાં શું તકલીફ છે. આ મારી સૌથી મોટી સમસ્યા છે.’ પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરનાં કહેવા મુજબ આ Sportsmanship વિરુદ્ધ હતુ. અખ્તરે તેની યુટ્યુબ ચેનલમાં જણાવ્યું હતું કે, આ અંગે એક નિયમ પણ બનાવવામાં આવી ચુક્યો છે, જે મુજબ આ પ્રકારનું કૃત્ય કરવા બદલ 5 રનની પેનલ્ટી લાગે છે. ઉપરાંત, બોલ ફરીથી ફેંકવો પડશે. હું ફખર જમાનને ડબલ સદી કરતા જોવા માંગતો હતો. તેને આ રીતે બહાર નીકળતાં જોઈને મને ખૂબ જ ખરાબ લાગ્યું.”
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…