બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી’ આવતીકાલે રિલીઝ થવા જઈ રહી છે. તમે આજે સાંજે 7:30 વાગ્યે ડિઝની પ્લસ હોટસ્ટાર પર આ મૂવી જોઈ શકો છો. આ માટે, તમારી પાસે ડિઝની પ્લસ હોટસ્ટારનું વીઆઇપી અથવા પ્રીમિયર સબ્સ્ક્રિપ્શન હોવું આવશ્યક છે.
તાજેતરમાં ફિલ્મનું ગીત રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં અક્ષય કુમારનો લૂક સામે આવ્યો હતો. જેના ખુબ જ વખાણ કરવામાં આવ્યા છે.
શોશિયલ મીડિયા પર પણ અક્ષયની પ્રશંસા થઈ રહી છે. અહીં જુઓ યુઝર્સના ટ્વીટ્સ:
આપને જણાવી દઈએ કે, ‘લક્ષ્મી બોમ્બ’ નું નામ બદલીને ‘લક્ષ્મી’ કરવામાં આવ્યું છે. સેન્સર બોર્ડની સલાહ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. અક્ષય કુમારની સાથે ફિલ્મની સહ નિર્માતા શબીના ખાન અને તુષાર કપૂરે અભિપ્રાય સાથે ફિલ્મનું નામ બદલવાનું નક્કી કર્યું. આ ફિલ્મનું દિગ્દર્શન રાઘવ લોરેન્સ દ્વારા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : NCB એ ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાની પત્નીની કરી ધરપકડ
રિપોર્ટ અનુસાર, રાજસ્થાન સ્થિત એક સંસ્થા – શ્રી રાજપૂત કરણી સેનાએ ફિલ્મના નામ પર વાંધો ઉઠાવતા કહ્યું હતું કે ફિલ્મનું નામ દેવી લક્ષ્મીનું અપમાન કરે છે અને તેઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. આ અંગે ફિલ્મ નિર્માતાઓને સંસ્થા દ્વારા કાનૂની નોટિસ પણ આપવામાં આવી હતી.
આ હોરર કોમેડી ફિલ્મમાં અક્ષય સિવાય કિયારા અડવાણીએ અભિનય કર્યો છે. તે તમિળ ફિલ્મ મુમી 2: કંચનાની રિમેક છે. આ ફિલ્મ 9 નવેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઇપી પર રિલીઝ થવાની છે.
આ પણ વાંચો : હનીમૂન માટે રવાના થયા નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ, જુઓ ફોટો