અમેરિકન ઉદ્યોગપતિ એલન મસ્કનાં મંગળ ગ્રહ પર માનવોને મોકલવાનાં મિશનને એક મોટો ઝટકો લાગ્યો છે. એલન મસ્કની કંપની સ્પેસએક્સનો સ્ટારશીપ રોકેટ બુધવારે સફળ પરીક્ષણ બાદ નિષ્ફળ ગયો છે. સ્ટારશીપ રોકેટમાં વિસ્ફોટની ઘટના વીડિયોમાં કેદ થઇ છે. વીડિયોમાં જોઇ શકાય છે કે સફળ પરીક્ષણ પછી રોકેટમાંથી અચાનક ધુમાડો નિકળે છે અને તે જમીન પર પડી જાય છે. તે આગનાં વર્તુળમાં ફેરવાઇ જાય છે.
આપને જણાવી દઈએ કે, સ્ટાર્સશીપ રોકેટ બુધવારે ટેક્સાસનાં કિનારેથી લોન્ચ કરવામાં આવ્યુ હતુ, ત્યારબાદ જોરદાર વિસ્ફોટ પછી તે આગનાં ગોળામાં ફેરવાઈ ગયુ. માનવામાં આવી રહ્યું છે કે, આ રોકેટ આગામી સમયમાં લોકોને મંગળ પર લઈ જશે, પરંતુ વિસ્ફોટથી સ્પેસએક્સ મિશનને મોટો ઝટકો લાગ્યો છે. જો કે, કંપની તરફથી અવકાશયાનમાં વિસ્ફોટ થયા પછી પણ, તે એક મહાન પરીક્ષણ તરીકે વર્ણવવામાં આવ્યું હતું. ઉપરાંત, સમગ્ર સ્પેસએક્સ ટીમને અભિનંદન આપવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, એલન મસ્કની કંપનીએ ટેસ્લા કારનું ઉત્પાદન પણ કર્યું હતું જે ખૂબ પ્રખ્યાત છે.
અવકાશયાનનાં લોન્ચ પછી, એલન મસ્ક એ પણ એક ટ્વિટમાં લખ્યું કે, મંગળ અમે આવી રહ્યા છીએ. તેમણે લખ્યું છે કે, આ પરીક્ષણ દરમિયાન અમે જે આંકડા નિર્ધારિત કર્યા છે તે બધા પ્રાપ્ત થયા છે. હું સમગ્ર સ્પેસએક્સ ટીમને અભિનંદન આપું છું. અહેવાલ મુજબ બુધવારે રોકેટે યોગ્ય સમયે ઉડાન ભરી અને રોકેટ સીધી દિશામાં ઉડ્યુ હતુ. ઉડાન સમયે રોકેટનું એક એન્જિન શરૂ કરાયું હતું. પરંતુ ચાર મિનિટ અને 45 સેકન્ડની ઉડાન પછી, ત્રીજું એન્જિન પણ શરૂ થયું. મહત્વની વાત એ છે કે ઉતરાણના થોડા સમય પહેલાં એન્જિન લોન્ચ કરવામાં આવ્યું હતું પરંતુ રોકેટ તેનું સંતુલન ગુમાવી જમીન પર તૂટી પડ્યું હતું. એલન મસ્કની કંપનીએ ઘણી વખત રોકેટ પરીક્ષણ મોકૂફ રાખ્યું હતું.
અમેરિકામાં કોરોના બેકાબુ, ઝડપથી વધી રહ્યા છે કેસ
US માં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં તૂટ્યા તમામ રેકોર્ડ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…