મુંબઇ : અભિનેત્રી આલિયા ભટ્ટ હવે સાઉથની ફિલ્મોમાં પણ પોતાનો સિક્કો જમાવી રહી છે. આલિયા ભટ્ટે દિગ્દર્શક એસએસ રાજામોલીની ફિલ્મ આરઆરઆરથી સાઉથની ફિલ્મોમાં ડેબ્યુ કર્યું છે. હજી આ ફિલ્મ રિલીઝ નથી થઇ. ત્યાં તો આલિયાએ અન્ય એક તેલુગુ ફિલ્મ સાઇન કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સૂત્રનાં જણાવ્યા અનુસાર, આલિયાભટ્ટે જૂનિયર એનટીઆર સાથે અન્ય એક ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મને કોરતાલા શિવા દિગ્દર્શિત કરી રહ્યા છે. આ પહેલા બન્ને સાથે બ્લોકબસ્ટર ફિલ્મ જનતા ગેરાજમાં જોવા મળ્યા હતા.
જાણવા મળી રહ્યું છે કે, આરઆરઆર ફિલ્મના શૂટિંગ દરમિયાન આલિયા અને જૂનિયર એનટીઆર વચ્ચે સારી દોસ્તી થઇ ગઇ છે.