મુંબઈ
ફિલ્મમેકર કરણ જોહર ગયા વર્ષે સરોગસીની મદદથી બે બાળક એટલે કે યશ અને રુહીના પિતા બન્યા છે. ઘણીબધી વખત તેના બાળકોના ફોટા શેર કરતા રહે છે. ફેમીલી ફંક્શનમાં પણ તેઓ ફોટા શેર કરતા રહે છે.
હાલમાં જ કરણ જોહરે પોતાના ઇન્સ્તાગ્રામ એકાઉન્ટમાં દીકરી રુહીની ફોટો પોસ્ટ કરી છે.ઉલ્લેખનીય છે કે કરણ જોહર હાલ પેરીસમાં છે.
આ ફોટામાં રુહી આલિયા ભટ્ટ સાથે દેખાઈ રહી છે. રુહી અને આલિયા બન્ને આ ફોટામાં ખુબ જ ક્યુટ લાગી રહ્યા છે. આ ફોટા સાથે કેપ્શનમાં લખ્યું છે કે ‘ માય ગર્લ્સ ‘
તમને જણાવી દઈએ કે કારણ જોહર અને આલિયા ભટ્ટ વચ્ચે સારું બોન્ડીંગ છે.
કરણ જોહર આલિયા ભટ્ટ માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ગુરુ સમાન છે. આલિયાને પ્રથમ બ્રેક કારણ જોહરે પોતાની ફિલ્મ ‘ સ્ટુડન્ટ ઓફ ધ ઈયર ‘માં આપ્યો હતો.