Ahmedabad News/ ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલ સિવાયના તમામ આરોપી ઝડપાયા, રાજશ્રી કોઠારીની ધરપકડ

ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખ્યાતિકાંડના મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ સિવાયના તમામ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

Top Stories Gujarat Breaking News
Cricket Tutorials YouTube Thumbnail 60 ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલ સિવાયના તમામ આરોપી ઝડપાયા, રાજશ્રી કોઠારીની ધરપકડ

Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખ્યાતિકાંડના મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ સિવાયના તમામ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. તાજેતરમાં રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિકાંડમાં સંડોવાયેલા રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલના ડિરેકટર છે. પોલીસે ખ્યાતિકાંડમાં સઘન કાર્યવાહી કરી ફરાર રાજશ્રી કોકરીની ધરપકડ કરી છે. રાજશ્રી કોઠારી દ્વારા અગાઉ જામીન અરજી કરવામાં આવી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ખ્યાતિકાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી. ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર રાજશ્રી કોઠારી કે છે છેલ્લા એક મહિનાથી ફરાર છે તેમની ધરપકડ કરવામાં આવી. જો કે મુખ્ય આરોપી કાર્તિક પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. મીડિયા અહેવાલ મુજબ કાર્તિકને કોઈ મોટાના આર્શીવાદ છે કે પછી તે પછી ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડે રાજ્યભરમાં ચકચાર મચાવી હતી. ઘણો સમય થવા છતાં પોલીસ તપાસ ગોકળ ગતિએ ચાલતા લોકોને પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે આજે આ કૌભાંડમાં મહત્વના આરોપી એવા રાજશ્રી કોઠારીની ધરપકડ કરતાં પૂછપરછ દરમ્યાન આ કૌભાંડમાં વધુ માહિતી મળવાની સંભાવના છે.

ખ્યાતિકાંડમાં તાજેતરમાં ધરપકડ કરાયેલ રાજશ્રી કોઠારી ઉપરાંત ડો. પ્રશાંત વઝીરાણી, ચિરાગ સ/ઓ હીરાસિંહ બગીસિંહ રાજપૂત, મિલિન્દ સ/ઓ કનુભાઈ અમરતલાલ પટેલ, રાહુલ સ/ઓ રાજેન્દ્રકુમાર શાંતિલાલ જૈન, પ્રતીક સ/ઓ યોગેશભાઇ હીરાલાલ ભટ્ટ, પંકિલ સ/ઓ હસમુખભાઈ મોહનભાઈ પટેલ, અને ડો. સંજય પટોળિયાની અટકાયત કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગીર સોમનાથમાં 1 હજાર વીઘાથી વધુની ગૌચરની જમીન પર બુલડોઝર ફેરવી દેવાયું

આ પણ વાંચો:ગીર સોમનાથમાં પોલીસ કર્મીઓ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા

આ પણ વાંચો:ગીર સોમનાથના તાલાલાના ગામમાં ગાયોના શંકાસ્પદ મોતથી પશુપાલકોમાં ચિંતા