Cricket/ કેરેબિયન પ્રીમિયર લીગમાં ઓલરાઉન્ડર આદ્રે રસલે કર્યુ શાનદાર પ્રદર્શન

વેસ્ટ ઈન્ડિઝનાં ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ મેચમાં ચમક્યો હતો અને તેની ટીમ જમૈકા તલ્લાવાસે 22 રનથી મેચ જીતીને સીઝનની ત્રીજી જીત નોંધાવી છે.

Sports
11 કેરેબિયન પ્રીમિયર લીગમાં ઓલરાઉન્ડર આદ્રે રસલે કર્યુ શાનદાર પ્રદર્શન

કેરેબિયન પ્રીમિયર લીગ (CPL 2021) ની 21 મી મેચમાં જમૈકા તલ્લાવાસ અને સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિઅટ્સની ટીમો સામસામે હતી. વેસ્ટ ઈન્ડિઝનાં ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ મેચમાં ચમક્યો હતો અને તેની ટીમ જમૈકા તલ્લાવાસે 22 રનથી મેચ જીતીને સીઝનની ત્રીજી જીત નોંધાવી છે. સેન્ટ કિટ્સની ટીમને સીઝનની ત્રીજી હાર મળી પરંતુ તે છતા તેઓ 8 મેચમાંથી 5 મેચ જીતીને 10 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે.

આ પણ વાંચો – World Cup / T 20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત,મહેન્દ્ર સિંહ ધોનીને પણ લેવામાં આવ્યો જાણો કેમ

આ મેચમાં ક્રિસ ગેલની કેપ્ટનશીપમાં રમી રહેલી સેન્ટ કિટ્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા આવેલી જમૈકાની ટીમ તરફથી કે શરૂઆતમાં કેટલાક ઝટકા છતાા શામ્રા બ્રુક્સે 33 બોલમાં 43 રનની ઇનિંગ રમીને ટીમને સંભાળી હતી. વળી, કેપ્ટન રોવમેન પોવેલે પણ 19 બોલમાં 37 રન બનાવીને તેને સારો ટેકો આપ્યો હતો.  આ પછી જ્યારે અચાનક વિકેટ પડવા લાગી ત્યારે ઓલરાઉન્ડર આન્દ્રે રસેલનું બેટ ગર્જના કરતું જોવા મળ્યુ હતું. રસેલે 17 બોલમાં 3 સિક્સર અને 2 ચોક્કા ફટકારીને 28 રન ફટકાર્યા હતા, જેના આધારે જમૈકાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. આ દરમિયાન, સેન્ટ કિન્ટ્સ માટે ડોમિનિક ડ્રેક્સ, ફવાદ અહમદ અને જોન રૂસે 2-2 વિકેટ લીધી હતી જ્યારે ફેબિયન એલન અને પોલ વેઇન મીક્રેને 1-1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો – Cricket / ઇંગ્લેન્ડે જાહેર કર્યો 2022નો ક્રિકેટ કાર્યક્રમ,ઇન્ડિયા સામે T 20 અને વન ડે રમશે જાણો પુરો ક્રાર્યક્રમ

જવાબ આપવા માટે, સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિઅટ્સની ટીમે સાત રનનાં સ્કોર પર ઇવિન લેવિસ (5) નાં રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. જ્યારે પાંચમી ઓવરમાં થોડા સમય બાદ કેપ્ટન ક્રિસ ગેલ પણ 12 રન બનાવી આઉટ થયો હતો. ઓપનર ડેવોન થોમસે અલબત્ત 34 રનની ઈનિંગ રમી હતી પરંતુ કોઈ પણ બેટ્સમેન મધ્યમ ક્રમમાં લાંબો સમય ટકી શક્યો ન હતો. કેરેબિયન ઓલરાઉન્ડર ફેબિયન એલેને કેટલાક પ્રયત્નો કર્યા, 13 બોલમાં 18 રન બનાવ્યા, પરંતુ આન્દ્રે રસેલે તેને બોલ્ડ કરી બાકીની આશાઓનો અંત લાવ્યો. સેન્ટ કિટ્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 147 રન જ બનાવી શકી હતી. જમૈકા તલ્લાવાસ 22 રને જીતી મેેળવી હતી. આન્દ્રે રસેલ ‘મેન ઓફ ધ મેચ’ રહ્યો હતો. જ્યારે રસેલે બેટિંગ દરમિયાન 17 બોલમાં 28 રનની ઇનિંગ રમી હતી, તેણે બોલિંગમાં 13 રનમાં મહત્વની વિકેટ લીધી હતી, આ સિવાય તેણે ફિલ્ડિંગ દરમિયાન બે ઉત્તમ કેચ પણ લીધા હતા.