ભારત અને આપણી સંસકૃતિનો સૌથી પ્રાચીન અને ઐતિહાસિક વારસો આયુર્વેદનો છે. આયુર્વેદનો ભારતમાં ઇતિહાસ ભવ્ય છે. દેશ વિદેશથી પણ કેટલાક વિદેશીઓ કેટલાક રોગોના આયુર્વેદિક ઉપચાર કરવા માટે ભારતમાં આવે છે. પહેલા કરતાં અત્યારે વધુ લોકો આયુર્વેદિક ઉપચાર તરફ વળ્યા છે.
કોરોના સામેની લડાઇમાં આયુર્વેદની પણ પરીક્ષા થઇ રહી છે. પરીક્ષામાં આયુર્વેદ અસરકારક સાબિત થઇ રહ્યું છે. અમદાવાદ સિવિલમાં આયુર્વેદ પદ્ધતિએ પણ કોરોનાનો ઉપચાર કરવામાં આવી રહ્યો છે. આયુર્વેદ પદ્ધતિથી ઓછા લક્ષણવાળા દર્દીઓનો ઉપચાર કરી રહ્યો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 9168 લોકોએ આયુર્વેદિક દવાઓ લીધી હતી…અમદાવાદ 1200 બેડ હોસિપીટલ એલોપેથીની સાથે સાથે આયુર્વેદિક દવાઓ પણ દર્દીઓને આપવામાં આવી રહી છે. આયુર્વેદિક દવાઓની અસર લાંબા ગાળે થાય છે પરંતુ તેમાં કોઇ આડઅસર જોવા મળતી નથી. જેઓને થોડા ઓછા લક્ષણો હોય અને તેમની પસંદ હોય તો તેવા દર્દીઓને આયુર્વેદિક દવાઓ આપવામાં આવે છે.
કેટલા અને ક્યા દર્દીઓએ લીધી સારવાર ?
ઇન્ડોર પેશન્ટ -3914
કોરોના વોરિયર્સ -4241
આઉટ ડોર પેશન્ટ -875
કોરોનાના દર્દીની સારવાર માટે ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં એલોપેથીની સાથે સાથે આયુર્વેદિક પણ સારવાર આપવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં સામાન્ય ડૉક્ટરોથી માંડીને તબીબી સ્ટાફે આયુર્વેદિક સારવાર લીધી છે. હોમ કોરોન્ટાઇન હોય તેમને પણ આયુષ મંત્રલયની ગાઈડ લાઈન પ્રમાણે સારવાર કરવામાં આવી રહી છે. સામાન્ય લક્ષણવાળા દર્દીઓને એલોપથી, હોમિયોપથી અને આયુર્વેદિક પદ્ધતિ માટે કન્સેન્ટ બાદ જ સારવાર આપવામાં આવે છે.
હવે ઘરે-ઘરે પણ આયુર્વેદિક ઉપચારનું પ્રમાણ વધ્યું છે. કોરોના મહામારીમાં સંશમની વટી, ત્રિકટુ ચુર્ણ, યષ્ટિમધુ ધનવટી, ‘આયુ -64’, દશમુળ કવાથ, પખાવદી કવાથ શબ્દો આજકાલ ઘર ઘરમાં પ્રચલિત થયા છે. આ માત્ર દવા જ નહી, પરંતુ કોરોના સામેની લડાઇમાં આર્યુવેદ હથિયાર છે. ઔષધોનું સેવન કરવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ખોરાકનું સંપૂર્ણ પાચન થવાથી શરીરને જરૂરી વિટામિન અને મિનરલ્સ છુટા પાડે છે. પરિણામે રોગપ્રતિકારક શક્તિ વધારી કોરોના સામે રક્ષણ મેળવી શકાય છે.
માનસી પટેલ સાથે બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ
haunted / ભારતના આ 10 રાજમાર્ગો છે મોસ્ટ હોન્ટેડ એટલે કે ભૂતિયા માર્ગ…
launch / હોન્ડા લઈને આવી રહ્યું છે વિઝન 110 સ્કૂટર, આવા હશે ફિચર્સ…
કબ્રસ્તાન / રેઈન્બો વેલી – માઉન્ટ એવરેસ્ટ, એક ખુલ્લું કબ્રસ્તાન…
#Ajab_Gajab / આ ભારતના મુખ્ય 5 ‘ચોર બજાર’, જ્યાં મોબાઇલથી લઈને…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…