દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકા વચ્ચે કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેને લઇને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ WHO નું આ અંગે કઇંક અલગ જ કહેવુ છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં WHOનાં પ્રાદેશિક નિર્દેશક પૂનમ સિંહે શનિવારે એક નિવેદનમાં કહ્યુ હતુ કે, ભલે કેસ ઓછા થયા પણ આ ખતરો ટળ્યો નથી. નિષ્ણાંતે કહ્યું કે, હવે દેશમાં ચેપની ગતિ ઘટાડવાની, આરોગ્યનાં પગલાં લાગુ કરવાની અને રોગચાળા સામે રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવાની જરૂર છે.
આ પણ વાંચો – Covid-19 / દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.09 લાખ કોરોનાનાં કેસ નોંધાયા, સતત ત્રીજા દિવસે મૃત્યુઆંકમાં વધારો
આપને જણાવી દઇએ કે, છેલ્લા 2 વર્ષથી સમગ્ર વિશ્વમાં આ મહામારીએ તેનુ રોદ્ર સ્વરૂપ બતાવ્યું છે. જેનુ સૌથી ખરાબ પરિણામ અમેરિકા જેવા વિકસિત દેશે જોયુ છે. જો કે કોરોનાનાં કેસની વાત કરીએ તો ભારત પણ પાછળ નથી. જી હા, પરંતુ તાજેતરમાં કોરોનાનાં દૈનિક કેસમાં ઘટાડો એક સારા સંકેત આપી રહ્યો તેવુ લોકોનું માનવુ છે. જો કે ભારતમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિ પર પૂનમ સિંહનું કહેવુ છે કે, સંક્રમણનો ખતરો હજુ પણ છે અને હજુ સુધી કોઈ દેશ આ મુશ્કેલીમાંથી બહાર આવ્યો નથી. કેટલાક શહેરો અથવા રાજ્યોમાં જ્યાં કોરોનાનાં કેસ ઘટવા લાગ્યા છે, ત્યાં ચેપનું જોખમ ઓછું થયું નથી. આપણે હજુ પણ સાવચેતી રાખવાની જરૂર છે. કોવિડ પ્રોટોકોલ અને રસીકરણ કાર્યક્રમોને ઝડપી બનાવવાના પ્રયાસો કરવા પડશે. WHOની આ પ્રતિક્રિયા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં નિવેદન બાદ આવી છે જેમાં સરકારે દાવો કર્યો હતો કે, ઘણી જગ્યાએ કેસ સ્થિર છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે, સંક્રમણનાં કેટલાક ભાગોમાં સ્થિરતાનાં સંકેતો મળ્યા છે. આને સાવચેતીપૂર્વક ધ્યાન આપવાની જરૂર છે. ભારતમાં શનિવારે 2 લાખ 35 હજારથી વધુ લોકો સંક્રમિત જોવા મળ્યા હતા, જે શુક્રવાર કરતા લગભગ 16 હજાર ઓછા છે.
આ પણ વાંચો – ચેતવણી / બ્રિટન યુક્રેનમાં નાટોની મોટી સંખ્યામાં તૈનાતી કરવાનો વિચાર કરી રહી છે!રશિયાને પ્રતિબંધનો સામનો કરવો પડશે
ભારતમાં ત્રીજી લહેર માટે જવાબદાર ઓમિક્રોન વિશે, WHO નિષ્ણાતે કહ્યું, ‘ઓમિક્રોનને અગાઉનાં વેરિઅન્ટની સરખામણીમાં ગંભીર બીમારી અને મૃત્યુનું જોખમ ઓછું જોવા મળ્યું છે. જો કે, વધુ લોકોને સંક્રમણ લાગવાનાં કારણે, ઘણા દેશોમાં હોસ્પિટલમાં દાખલ થવાનાં કેસોમાં વધારો થયો છે. તેનાથી ત્યાંની હેલ્થકેર સિસ્ટમ પર પણ દબાણ વધી ગયું છે.