નવરાત્રીના નવ દિવસ દરમ્યાન માં અંબાજીના મંદિરે ભક્તોનનું ઘોડાપુર ઉમટ્યું હતું. અંબાજી મંદિર ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતુ હોવાને લઇને પૂરતી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લાખોની સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી મંદિરને સારી એવી આવક થઇ છે. નવરાત્રીના નવ દિવસો દરમ્યાન ભક્તોએ કુલ મળીને ૨.૫૯ કરોડનું દાન કર્યું છે. આં દાનમાં સોના-ચાંદી સહિત અનેક બીજી મૂલ્યવાન વસ્તુઓનો સમાવેશ થાય છે.
અંબાજી મંદિર ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતુ હોવાને લઇને પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરાઇ હતી.
તમને જણાવી દઈએ કે સમગ્ર દેશમાં સુપ્રસિદ્ધ અને શક્તિપીઠ એવા અંબાજી ખાતે મેળાના અંતિમ દિવસે એટલે કે પૂનમના દિવસે એક માઈ ભક્ત દ્વારા માં અંબેના ચરણોમાં એક કિલો સોનુ ચઢાવવામાં આવ્યું હતું.
અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને એક કિલો સોનુ દાનમાં આપવામાં આવ્યું હતું. આ સોનાનું દાન માઈ ભક્ત અને નેબ્રોસ ફાર્મા લિ. નાં ફાઉન્ડર એવા નવનીતભાઈ પટેલના દ્વારા આપવામાં આવ્યું હતું. નવનીતભાઈ પટેલ અમદાવાદના વતની છે, અને તેઓ અવારનવાર અંબાજી મંદિરમાં માતાના ચરણોમાં સોનાનું દાન કરતા રહે છે.