Gujarat Rain Forecast/ અંબાલાલ ત્રાટક્યા: ગુજરાત પર આગામી અઠવાડિયું છે ભારે, પૂરનો પ્રકોપ જોવા મળી શકે

ગુજરાતના હવામાન જાણકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાત માટે આગામી અઠવાડિયું ભારે છે અને તેમા ભારે વરસાદના લીધે પૂર જેવી આફત પણ આવી શકે છે. તેથી લોકોએ સાવધ રહેવામાં જ સમજદારી છે. તેથી આગામી પાંચ દિવસમાં ભારે વરસાદના કારણે તારી પણ જોવા મળી શકે છે.

Gujarat Gandhinagar Top Stories
Beginners guide to 96 1 અંબાલાલ ત્રાટક્યા: ગુજરાત પર આગામી અઠવાડિયું છે ભારે, પૂરનો પ્રકોપ જોવા મળી શકે

Gujarat RainForecast: ગુજરાતના હવામાન જાણકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાત માટે આગામી અઠવાડિયું ભારે છે અને તેમા ભારે વરસાદના લીધે પૂર જેવી આફત પણ આવી શકે છે. તેથી લોકોએ સાવધ રહેવામાં જ સમજદારી છે. તેથી આગામી પાંચ દિવસમાં ભારે વરસાદના કારણે તારી પણ જોવા મળી શકે છે.

આમ ગુજરાત આ આફતમાંથી બચી જાય તો તેના માટે રાહતનો શ્વાસ લેવા જેવી વાત હશે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં રેડ તો કેટલાંક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરાયા છે.

આજે અમદાવાદ-ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા સહિત 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે એમ પણ કહ્યું છેકે, ગુજરાત માટે આ સપ્તાહ ભારે વરસાદી સંકટ લાવી શકે છે. આમ આગામી પાંચ દિવસ સાચવી લેવાના છે.

ગુજરાત પર વિનાશક પૂરનો પ્રકોપ મંડરાઈ રહ્યો છે હાલ જૂનાગઢમાં સ્થિતિ વિકટ બની ગઈ છે. તેના પછી લાખણીની સ્થિતિ પણ વિકટ બની છે. આ સંકટમાંથી ઉગારવા માટે એનડીઆરએફના જવાનો સંકટ મોચક બનીને આવ્યા છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી પણ આજે ભારે વરસાદની આગાહી છે. પછીના દિવસે એટલે કે ચાર જુલાઈના રોજ પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે.

પાંચ જુલાઈ એટલે કે શુક્રવારના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. છ અને સાત જુલાઈ એટલે કે શનિ અને રવિવારના રોજ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે.

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘો એવો મંડાયો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. જે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસાયેલા હતા ત્યાં પણ મહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે.

પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં મૂશળધાર વરસાદ વરસ્યો છે તો દક્ષિણ ગુજરાતમાં તો સતત પડી રહેલા વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. સુરત, ડાંગ, વલસાડ, નવસારીમાં મેઘરાજા જમાવટ કરી. સૌરાષ્ટ્રમાં વરસેલા સાંબેલાધાર વરસાદથી જૂનાગઢનો ઘેડ પંથક પાણી પાણી થઈ ગયો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?

આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી