Ahmedabad News: હાલમાં શહેરમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે AMC દ્વારા આયોજીત પુસ્તક મેળો પહેલા જ દિવસથી લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. વાંચન પ્રેમીઓ બુક સ્ટોલમાં વિવાદિત આસારામનું સાહિત્ય જોઈ ચોંકી ઉઠ્યા હતા. વિવાદ વકરતા એએમસીને આ બુક સ્ટોલને કપડાથી ઢાંકી દેવાની ફરજ પડી હતી.
અમદાવાદ શહેરમાં છેલ્લા 9 વર્ષથી AMC દ્વારા નેશનલ બુક ફેર યોજવામાં આવે છે. પણ ગુજરાત યુનિવર્સિટીના GMDC મેદાનમાં દુષ્કર્મી આસારામના સાહિત્ય પુસ્તકોનું વેચાણ કેન્દ્રમાં બુક સ્ટોલ જોતાં વાચકોમાં નિરાશા જોવા મળી હતી. વાચકો વિરોધ કરી રહ્યાં હતા કે શા માટે આયોજકો દુષ્કર્મ જેવા ગંભીર ગુનાનાં ગુનેગારનાં પુસ્તકોનું વેચાણ કરી રહ્યાં છે? ખરેખર ફાયદો કોનો છે? વગેરે પ્રશ્નો પૂછી રહેલા જોવા મળતા હતા. જેથી વાચકોનો વિરોધ જોતાં આયોજકોએ 31 અને 32 નંબરના સ્ટોલને સફેદ રંગના કાપડથી ઢાંકી દીધો હતો. પણ હજુ સુધી પુસ્તકોને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા નથી.
ઉપરાંત, સ્ટોલ આગળ બાઉન્સરોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. AMC દ્વારા તારીખ 6 થી 12 જાન્યુઆરી દરમિયાન 9માં રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેનો સમય બપોરના 12 થી રાત્રે 10 સુધી છે. રાષ્ટ્રીય પુસ્તક મેળાનું ઉદ્ઘાટન CM ભુપેન્દ્ર પટેલે કર્યું હતું.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: