“જે પોષતુંં તે મારતું આ ક્રમ દિશે કુદરત” આ ઉક્તિ અમેરીકા પર ખરેખર ફિટ બેશે છે. જગત જમાદાર તરીકે વિશ્વભરમાં અમેરીકા પોતાનાં અતી વિકસીત શસ્ત્રોનાં જોરે પ્રખ્ચાત છે. અને અમેરીકામાં હથિયાર રાખવા સામાન્ય બાબત છે, માટે જ છાસવારે કોઇને કોઇ વ્યક્તિ ગમે ત્યારે જાહેરમાં અંધાધૂધી ફેલાવવા સક્ષમ છે.
આજે ફરી અમેરિકા માટે ધણધણીયું છે અને 11 લોકોએ પોતાનો કોઇ વાંક ગુના વિના જ જીવ ગુમાવી દીધો છે. અમેરીકાનાં વર્જેનિયા સ્ટેટમાં માથાફરેલા અને માનસીક વિક્લાંગ કહી શકાય તેવા કોઇ અજાણ્યા વ્યક્તિએ જાહેરમાં ગોળીઓનો વરસાદ વરસાવી 11 લોકોનો ભાગ લીધો છે. વર્જેનિયાનાં મ્યુનીસીપલ શોપીંગ સેન્ટરમાં આ ગોઝારી ઘટના બની છે. વર્જેનિયાનાં મ્યુનીસીપલ શોપીંગ સેન્ટરમાં લોકો શોપીંંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ગોળીઓની બોછાર ચલાવી એક અજાણ્યા વ્યક્તિ દ્રારા અંધાધૂંધ ફાયરિંગમાં 11 લોકોનાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. તો 6થી પણ વધુ લોકો ઘાયલ થયા છે.