ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવામાં મદદ માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ઓફરના જવાબમાં સરકારી સૂત્રોએ બુધવારે કહ્યું કે કાશ્મીર મુદ્દે કોઈ તૃતીય-પક્ષની ભૂમિકાને અવકાશ નથી. ભારતનું લાંબા સમયથી મંતવ્ય છે કે, કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે અને કોઈ પણ તૃતીય પક્ષ દ્વારા મધ્યસ્થી અથવા દખલ કરવાનો પ્રશ્ન નથી.
ટ્રમ્પે મંગળવારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાથે દાવોસમાં મીડિયાને સંબોધન કરતાં કહ્યું હતું કે યુ.એસ. કાશ્મીર મુદ્દાને લગતા વિકાસ પર નજર રાખી રહ્યું છે. તેમણે વિવાદના સમાધાનમાં મદદ માટે ઓફરનું પુનરાવર્તન કર્યું.
ટ્રમ્પ દ્વારા છેલ્લા પાંચ મહિનામાં કાશ્મીર મુદ્દાને હલ કરવામાં બંને દેશોને મદદ કરવાની આ ચોથી ઓફર છે. સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતનું સ્પષ્ટ અને સતત વલણ છે કે કાશ્મીરમાં કોઈ તૃતીય પક્ષની ભૂમિકા નથી. ઉલ્લેખનીય છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવી શકે છે.
જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો દૂર કરવા અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાના ભારતના 5 ઓગસ્ટના નિર્ણય પછી ભારત અને પાકિસ્તાનમાં સંબંધો તંગ બન્યા છે. પાકિસ્તાન આ મુદ્દે ભારત સામે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ સર્વત્ર નિષ્ફળતા મળી છે.
ભારતને રશિયા સાથે પૂર્ણ ટેકો મળ્યો છે
શુક્રવારે ભારતમાં રશિયાના રાજદૂત નિકોલે કુડાશેવે કહ્યું કે રશિયા, કાશ્મીરમાં શું થઈ રહ્યું છે તે જાણવા માટે ઉત્સુક નથી. જેમને આ ક્ષેત્ર માટે સરકારની નીતિ અને ખીણની સ્થિતિ અંગે શંકા છે તેઓ કાશ્મીરની મુલાકાત લઈ શકે છે. કાશ્મીર અંગે ભારતના વલણ અંગે અમને કોઈ શંકા નથી. જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવેલા 15 વિદેશી રાજદ્વારીઓમાં રશિયા શા માટે નથી તે પૂછવામાં આવતાં કુડાશેવે આ નિવેદન આપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.