Delhi News:દિલ્હી પોલીસે અમિત શાહ (Amit Shah)ના ડીપ ફેક વીડિયો કેસમાં પહેલી ધરપકડ કરી છે. અરુણ રેડ્ડીની પોલીસે દિલ્હી (Delhi Police)થી ધરપકડ કરી છે અને આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર, અરુણ રેડ્ડી સ્પિરિટ ઑફ કોંગ્રેસના નામે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ચલાવતો હતો અને તેણે અમિત શાહનો એડિટેડ વીડિયો પોસ્ટ કર્યો હતો. મળતી માહિતી મુજબ, અરુણ રેડ્ડી ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના સોશિયલ મીડિયા નેશનલ કોઓર્ડિનેટર છે. રેડ્ડી પર તેના મોબાઇલ ફોનમાંથી પુરાવા ડીલીટ કરી નાખવાનો પણ આરોપ છે, તેથી તેનો મોબાઇલ ફોન પણ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી રહ્યો છે.
અરુણ રેડ્ડીની દિલ્હીથી જ ધરપકડ કરવામાં આવી છે અને આવતીકાલે જ તેને કોર્ટમાં જજ સમક્ષ રજૂ કરવામાં આવશે. દિલ્હી પોલીસ કોર્ટમાં જ અમિત શાહના એડિટેડ વીડિયોમાં અરુણ રેડ્ડીની ભૂમિકાનો ખુલાસો કરશે અને તેની કસ્ટડીની પણ માંગણી કરશે.
આ વીડિયો તેલંગાણાના IP એડ્રેસ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2024 દરમિયાન ખોટો પ્રચાર ફેલાવવાના ઉદ્દેશ્યથી ગૃહમંત્રી અમિત શાહનો એક એડિટેડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. પોલીસ દ્વારા IFSOની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે કે અમિત શાહનો એડિટેડ વીડિયો સૌપ્રથમ તેલંગાણાના IP એડ્રેસ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
અનામતને લઈને ગૃહમંત્રી અમિત શાહનો એક નકલી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. ગયા રવિવારે આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. નકલી વીડિયો ફેલાવનારા લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. આ ફેક વીડિયોને લઈને ખોટી માન્યતા ફેલાવવામાં આવી રહી હતી કે અમિત શાહે SC, ST અને OBC અનામત હટાવવાની વાત કરી હતી. જ્યારે વાસ્તવમાં તેમણે આવું કહ્યું ન હતું.
ગૃહમંત્રીએ શું કહ્યું?
આ સમગ્ર મામલે ગૃહમંત્રી અમિત શાહે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે વિપક્ષોની નિરાશાએ સ્તરે પહોંચી ગઈ છે કે તેઓએ મારા અને ભાજપના કેટલાક નેતાઓનો નકલી વીડિયો બનાવીને સાર્વજનિક કરી દીધો છે. તેમના મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ વગેરેએ પણ આ ફેક વીડિયો ફોરવર્ડ કરવાનું કામ કર્યું છે. શાહે કહ્યું કે જ્યારથી રાહુલ ગાંધીએ કોંગ્રેસની કમાન સંભાળી છે ત્યારથી તેઓ રાજનીતિના સ્તરને નવી નીચી સપાટીએ લઈ જવા માટે કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો:મહારાષ્ટ્રના અકોલામાં બે કાર વચ્ચે અકસ્માતમાં છના મોત
આ પણ વાંચો:ઉમેદવારીપત્ર ભર્યા બાદ રાહુલ ગાંધીની ભાવુક પોસ્ટ, કહ્યું-“મારી માતાના ભરોસા સાથે…
આ પણ વાંચો:શું ચૂંટણીના લીધે કેજરીવાલને મળશે જામીન?
આ પણ વાંચો:સેક્સ સ્કેન્ડલ કેસમાં પ્રજ્વલ સાથે જોવા મળેલી મહિલાનું અપહરણ