30 જાન્યુઆરી અને ગુરુવારે રાજધાની દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામીયા યુનિવર્સિટીમાં સુધારેલા નાગરિકતા અધિનિયમ (સીએએ) વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા એક જૂથ પર એક યુવાને ફાયરીંગ કરતા એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. વિદ્યાર્થીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે તો સાથે સાથે પ્રદર્શન દરમિયાન હાજર પોલીસ દ્વારા ફાયરીંગ કરનાર યુવકની ઘરપકડ કરી લેવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે યુવકે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ‘યે લો આઝાદી’ અને દિલ્હી પોલીસ ઝિંદાબાદ સહિત ભારત માતા કી જય જેવા નારા લગાવ્યા હતા.
આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આજે દિલ્હીમાં બનેલી ફાયરિંગની ઘટના અંગે મેં દિલ્હી પોલીસ કમિશનર સાથે વાત કરી છે અને તેમને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. તેમણે વધુમાં કહ્યું કે, “કેન્દ્ર સરકાર આવી કોઈ પણ ઘટના સહન કરશે નહીં, તેને ગંભીરતાથી લેવામાં આવશે અને ગુનેગારને બક્ષવામાં આવશે નહીં.”
આખી ઘટના ટેલિવિઝન કેમેરા દ્વારા રેકોર્ડ કરવામાં આવી હતી જેમાં બતાવવામાં આવ્યું હતું કે લાઇટ પેન્ટ્સ અને શ્યામ જેકેટ પહેરેલો એક માણસ ખાલી શેરીમાંથી બહાર આવ્યો અને “આ લ્યો આઝાદી” કહીને ફાયરીંગ કર્યું હતું. વિદ્યાર્થી અમ્ના આસિફે જણાવ્યું હતું કે, “અમે હોલી ફેમિલી હોસ્પિટલ તરફ જઇ રહ્યા હતા જ્યાં પોલીસની બેરિકેડ્સ છે. અચાનક પિસ્તોલ સાથે એક યુવક ત્યાં ઘસી આવ્યો હતો અને નારા લગાવતા લગાવતા ફાયરીંગ કર્યું હતુ. ફાયરીંગ મારા મિત્રનાં હાથ પર ગોળી વાગી હતી. ” તેણીએ કહ્યું કે તેના મિત્ર શાદાબ ફારૂકને ઇજા થઈ હતી અને તેમને એઈમ્સ ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યો હતા. આમનાએ કહ્યું કે શાદાબ માસ-કમ્યુનિકેશનનો વિદ્યાર્થી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.