મુઝફ્ફરપુર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે બિહારના પ્રવાસે છે. અમિત શાહે મુઝફ્ફરપુર જિલ્લામાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમનું નિશાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને લાલુ યાદવની પાર્ટી આરજેડી હતી. અમિત શાહે નીતિશ કુમારને પલ્ટુરામ કહીને સંબોધ્યા હતા. અમિત શાહે કટાક્ષ કરતાં કહ્યું કે, નીતિશ બાબુ, વડાપ્રધાન છોડો I.N.D.I.A એલાયન્સના લોકોએ તમને કન્વીનર પણ બનાવ્યા નથી.
જનસભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે જ્યારે પણ બિહારની જનતાએ ભાજપને આશીર્વાદ આપ્યા ત્યારે પલટુરામ પલટી મારી ગયા હતા. અમિત શાહે જનતાને કહ્યું કે તમે 2024ની લોકસભા ચૂંટણી અને 2025ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને તમારા આશીર્વાદ આપો. અમિત શાહે નીતિશ કુમાર પર જનાદ્રોહનો આરોપ લગાવ્યો હતો.
લાલુ યાદવ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, “RJD અને JDU જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના સમર્થનમાં નથી. તેમણે કહ્યું હતું કે જો કલમ 370 હટાવી દેવામાં આવશે તો લોહીની નદીઓ વહી જશે. લાલુજી, લોહીની નદીઓ છોડો, કાંકરા ફેંકવાની કોઈની હિંમત નહોતી.
અમિત શાહે પોતાના ભાષણમાં વિપક્ષ પર પ્રહાર કરતાં લોકોને પ્રશ્ન પૂછ્યો હતો કે, “INDIA ગઠબંધનનો એક જ એજન્ડા છે, નરેન્દ્ર મોદીનો વિરોધ કરવાનો. સત્તા મળી ત્યારે તેઓએ લાખો કરોડનું કૌભાંડ આચર્યું. શું તમને 2G કૌભાંડ કરનાર ગઠબંધન ઇન્ડિયા જોઈએ છે કે પછી તમારે 5G આપનાર મોદી સરકાર જોઈએ છે?
નીતિશ કુમાર પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, “આ લોકો પરિવારની દુકાન ચલાવનારા છે, એક વડાપ્રધાન બનવા માંગે છે અને બીજા પોતાના પુત્રને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. હું બંનેને કહેવા આવ્યો છું કે, નીતિશ બાબુ, વડા પ્રધાન છોડો, ઇન્ડિયા એલાયન્સના લોકોએ તમને કન્વીનર પણ બનાવ્યા નથી. તમે ક્યાંય ના રહ્યાં નથી, તેલ અને પાણી ક્યારેય ભેગા થતા નથી, અલગ જ રહે છે.
કોંગ્રેસ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, “કોંગ્રેસે હંમેશા પછાત સમાજનો બહિષ્કાર અને વિરોધ કર્યો છે. જ્યારે મોદીજી હંમેશા પછાત સમાજનું સન્માન કરતા આવ્યા છે. મોદીજીની કેબિનેટમાં 27 મંત્રીઓ OBC સમુદાયના છે, OBC કમિશનને બંધારણીય માન્યતા આપવામાં આવી હતી. આ સાથે નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય અને સૈનિક વિદ્યાલયમાં OBC વિદ્યાર્થીઓને 27 ટકા અનામત આપવામાં આવી હતી.
આ પણ વાંચો- કેન્દ્ર સરકારે મહાદેવ એપ સહિત 22 સટ્ટાબાજીની એપ્લિકેશન પર મૂક્યો પ્રતિબંધ
આ પણ વાંચો- કોંગ્રેસે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની છેલ્લી અને સાતમી યાદી કરી જાહેર