New Delji News : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી ચંદ્રા બાબુ નાયડુના શપથ ગ્રહણ સમારોહમાં નારાજ દેખાયા હોવાના અહેવાસ લામે આવ્યા છે. વાસ્તવમાં સોશિયલ મિડીયા પર એક વૂડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવાય છે કે પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજનને ચેતવણી આપતા જોવા મળી રહ્યા છે. જોકે અત્યારસુધી ન તો ભાજપ કે ન તો સૌંદરરાજને આ અંગે સત્તવાર રીતે કંઈ કહ્યું છે.
સૌંદરરાજન તમિલનાડુમાંથી ભાજપની ટિકીટ પર લોકસભામાં ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેઓ હારી ગયા હતા. શાહ અને તેમની વચ્ચેની વાતચીતનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ વાત એવા સમયે આવી છે જ્યાં સૌંદરરાજન અને તમિલનાડુના રાજ્ય પ્રમુખ અન્ના મલાઈના સમર્થકો વચ્ચે ઝપાઝપીના અહેવાલો છે.
હાલમાં પૂરી થયેલી ચૂંટણીમાં અન્નામલાઈને કોઈમ્બતુરથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ચેન્નાઈ દક્ષિણ બેઠક પરથી સૌંદરરાજનને હારનો સામનો તકરવો પડ્યો હતો. વીડિયોમાં જોવા મળે છે કે સૌંદરરાજન સ્ટેજ પર બેઠેલા શાહ સાથે વાત કરે છે અને આણ વધે છે. બાદમાં શાહ તેમને પાછા બોલાવે છે અને કેટલીક સલાહ આપતા જોવા મળે છે.
આ પણ વાંચો :કાશ્મીર/જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો,પંજાબના વ્યક્તિનું મોત
આ પણ વાંચો :જાહેરાત/ઝારખંડના મુખ્યમંત્રી ચંપઇ સોરેને કરી આ મોટી જાહેરાત, પ્રજા માટે કર્યું આ કામ
આ પણ વાંચો :survey/લોકસભા ચૂંટણી સર્વમાં ચોંકાવનારા આંકડા, મહારાષ્ટ્ર અને બંગાળમાં જાણો કઇ પાર્ટી બાજી મારશે