અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહને કોરોના
શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ કોરોના સંક્રમિત
બન્ને નેતાઓને SVP હોસ્પિટલમાં દાખલ
મંગળવારે રિવરફ્રન્ટ સ્થિત કાર્યક્રમમાં રહ્યા હતા હાજર
અમદાવાદમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
વિશ્વમાં કોરોનાના કેસ ઝડપી વધી રહ્યા છે તેમાથી ભારત પણ બાકાત નથી છેલ્લા 24 કલાકમાં દેશમાં 90 હજાર કેસ નોંધાયા છે,અનેક રાજ્યોમાં પણ કોરના સંક્રમણના કેસ વધી રહ્યા છે, ગુજરાતમાં પણ આ પરિસ્થિતિ જોવા મળે્ છે, દશએ સહિત રાજ્યના અનેક ખ્યાતિ પામેલા લોકો કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે, ફિલ્મ સ્ટાર સહિત અનેક રાજ્કીય નેતાઓ કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે, અમદાવાદના ભાજપ શહેર પ્રમુખ અમિત શાહનો કોરોના રિર્પોટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાતં શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ પણ કોરોના સક્રમિત થયા છે, બન્ને રાજકીય નેતાઓને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,આ નેતાઓએ મંગળવારે રિવરફ્રન્ટના એક કાર્યક્રમમાં સામેલ હતાં.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3350કેસ નોંધાયા છે,જ્યારે અમદાવાદમાં સૌથી વધુ 1637કેસ વડોદરામાં 150, આણંદમાં 144કેસ, સુરતમાં 630 , રાજકોટમાં 141 કોરોનાના કેસ ખેડામાં 84 કેસ નોંધાયા છે .જ્યારે કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં ઘટડોથઇ રહ્યો છે,છેલ્લા 24 કલાકમાં 236દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનુ મોત થયું છે.રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,40,153પર પહોચ્યો છે . જયારેરાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,19,523ને આસપાસ થઈ છે