@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
LCB ટીમે 2.51 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ચુડા તાલુકાનાં સમઢીયાળા ગામથી રહેણાકનાં મકાનમાંથી કપટ કે ચોરી કરી મેળવેલો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો એલસીબીએ ઝડપી પાડયો હતો. 2.51 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા કે અન્ય હાઈવે પર પેટ્રોલિયમ પેદાશોની થયેલી ચોરી કે કપટથી કરી ભેગો કરેલો મુદ્દામાલ ડીટેકટ કરવાની લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ડી.એમ.ઠોલની સુચનાને ધ્યાનમાં રાખી એલસીબી ટીમના નરેન્દ્રસિંહ ચુડાસમા, ઋતુરાજસિંહ મકવાણા સહિતે ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગની કામગીરી હાથ ધરી હતી. સમઢીયાળા ગામે રામજી રઘુભાઈ પઢેરીયાના રહેણાકના મકાનમાં બીલ વગરનું છળકપટ કે ચોરી કરી મેળવેલો પેટ્રોલ અને ડીઝલનો વેપાર કરતો હોવાની વિગતો સામે આવી હતી. એલસીબી ટીમે રામજી પઢેરીયાના મકાનમાં દરોડો પાડયો હતો. ત્યારે ત્યાંથી 1000 લીટર ડીઝલ અને 2200 લીટર પેટ્રોલનો જથ્થો મળી આવ્યો હતો. 2,51,800 રૂ.નો મુદામાલ કબજે કરી આરોપી રામજી પઢેરીયા વિરુદ્ધ ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…