દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં ખેડૂતોની હાલત હાલ ખસ્તા છે. એક તરફ કુદરતનો માર અને બીજી બાજુ દેવાનું દબાણ ખંતીલા ખેડૂતને ખાત્મા માટે મજબૂર કરી રહ્યું છે. ખેડૂતો દેવું કરી કુદરતનાં સહારે અને ભરોષે પોતાનું સર્વસ્વ ખેતરોની સોળમાં વાવણી રુપે પાથરી દે છે અને તેમાં જો પાક નિષ્ફળ જાય કે કુદરત થપાટ મારે તો આ ખમિરવંતો ખેડૂ ક્યાં જાય તે વિચારવું જ રહ્યું.
જે જગતનો તાત કહેવામાં આવે છે એ હાથ ફેલાવવાની પરિસ્થિતિમાં જ્યારે મુકાય ત્યારે તેને ખમિરી ડંખે અને આ ડંખનાં કારણે ખેડૂ હાથ ફેલાવવા કરતા દોરડે લટકવું પસંદ કરે છે. આવો જ આત્મઘાતી કિસ્સો અમરેલી જીલ્લાનાં નાનકડા એવા હડાળા ગામેથી સામે આવ્યો છે અને ફરી એક ખમિરવંતા ખેડૂતે આપઘાત કરી જીવન ટુંકાવી લીધું છે.
અમરેલીનાં હડાળા ગામનાં ખેડૂતે પાક નિષ્ફળ જતાં બેંકનું ધિરાણ ભરવાની ચિંતામાં આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. ખેડૂત દ્વારા ગળેફાંસો ખાઈ મોતને મીઠું કરવામાં આવ્યું છે. અને વિડંબના તો તે છે કે, બોજ નીચે દબાયેલા આવા ખમિરવંતા જગતને અન્ન આપનારા ખેડૂતની સામે જ આપઘાતની ફરિયાદ નોંધવામાં આવે છે. જો કે દેવાનાં બોજમાં ખેડૂત દ્રારા કરવામાં આવેલ આપઘાતમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પોલીસ દ્વારા આગળની તપાસ કરવાની તજવીજ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.