અમરેલી,
અમરેલીમાં પોલીસ કોન્સ્ટેબલના પત્નીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. અમરેલીમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલના પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી.
આ મામલે મૃતક પરણીતાના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હોવાની ફરિયાદ નોંધાઈ છે, આ ફરિયાદ સીટી પોલીસમાં કોન્સ્ટેબલ વિરુદ્ધ નોંધવામાં આવી છે, હાલ પોલીસ આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.