અમરેલી
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ જોવા મળે છે. કાયદાનું પાલન કરવા વાળા જ કાયદાની ઐસી કી તૈસી કરી રહ્યા છે, ત્યારે અમરેલીમાં એસપીએ કરી દામનગર પોલીસ સ્ટેશનમાં અચાનક વિઝીટ કરી હતી જોમાં 5 પોલીસ કર્મીઓની વિદેશી દારૂની મહેફિલ કરી રહ્યા હતા.
પોલીસ કર્મીઓ દામનગર ભાડાના મકાનમાં દારૂની મહેફીલ માણતા હતા. ત્યારે 2 દામનગર પોલીસ કર્મી અને 3 અમરેલી પોલીસ કર્મીઓ ઝડપાયા.
એક તરફ રાજ્યમાં દારૂબંધીનો અમલ સરકાર દ્વારા કડકાઈથી કરાવવામાં આવી રહી છે અને દારૂબંધીને લઇને રાજ્યમાં અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી જેવા નેતાઓ પણ સક્રિય થયા છે. ત્યારે એસપીએ રેડ કરતા પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતાં.
પોલીસ કર્મીઓ સાથે 2 અન્ય વ્યક્તિઓ પણ હતાં. રેડ દરમ્યાન 4 પોલીસ કર્મી અને 2 અન્ય વ્યક્તિ ફરાર થઇ ગયા હતાં.
SP નિર્લિપ્ત રાયની અચાનક વિઝીટથી કરતાં પોલીસ બેડામા ખળભળાટ મચી ગયો હતો. 5 પોલીસ કર્મી અને 2 અન્ય શખ્સો વિરુદ્ધ થયો ગુનો દાખલ કરવામાં આવ્યો છે .જયારે એક હેડ કોન્સ્ટેબલ દારૂની બોટલ સાથે ઝડપાયો હતો. હાલ પોલીસે આ બધા સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.