અમરેલી,
અમરેલી ધારી તાલુકાના દલખાણીયા રેન્જના સુખપર ગામ પાસે રામગઢ વિસ્તારમાં સિંહ લટાર મારતા વિડીયો સામે આયા છે આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી. આ દ્રશ્યો જોતા લાગે છે કે, આ સિંહ ધમધમતા તાપમાં પાણી શોધમાં ગામ તરફ પહોંચ્યો છે. ગામ તરફ આવી ચડેલા સિંહની લટારના દ્રશ્યો અદભુત છે. ખુલ્લી જગ્યાની સિંહની એન્ટ્રી પ્રથમ વખત સામે આવી છે