Not Set/ અમૃતસર ટ્રેન દુર્ઘટના : શું ખરેખર ઘટના સ્થળે લાગેલા પોસ્ટરમાં લખેલું સાચું પડ્યું !

અમૃતસર પંજાબમાં આવેલા અમૃતસર ટ્રેન દુર્ઘટનામાં ઘટના સ્થળે લગાવેલું પોસ્ટર ચર્ચાનો વિષય બની ગયું છે. આ પોસ્ટર જે જગ્યાએ દશેરામાં રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું તે જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યું હતું જેમાં પંજાબી શબ્દોમાં ખોટું લખેલું હતું કે અચ્છાઈ પર બુરાઈ ની જીત. હકીકતમાં તે બુરાઈ પર અરછાઈની જીત તેમ આવે. આ ઘટના થયા બાદ આ […]

Top Stories India Trending
poster અમૃતસર ટ્રેન દુર્ઘટના : શું ખરેખર ઘટના સ્થળે લાગેલા પોસ્ટરમાં લખેલું સાચું પડ્યું !

અમૃતસર

પંજાબમાં આવેલા અમૃતસર ટ્રેન દુર્ઘટનામાં ઘટના સ્થળે લગાવેલું પોસ્ટર ચર્ચાનો વિષય બની ગયું છે. આ પોસ્ટર જે જગ્યાએ દશેરામાં રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું તે જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યું હતું જેમાં પંજાબી શબ્દોમાં ખોટું લખેલું હતું કે અચ્છાઈ પર બુરાઈ ની જીત. હકીકતમાં તે બુરાઈ પર અરછાઈની જીત તેમ આવે.

આ ઘટના થયા બાદ આ પોસ્ટના લખાણ વિશે મોટા ભાગના લોકો ચર્ચા કરી રહ્યા છે. આ પોસ્ટરમાં પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ અને તેની પત્ની નવજોત કૌર સિદ્ધુનો ફોટો છે.

તમને જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી ૬૧ લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. આ ઘટના અમૃતસર અને મનાવલાની વચ્ચે ફાટક નંબર ૨૭ નજીક થયો હતો. ઘટના જે સમયે  થઇ ત્યારે રાવણ દહન જોવા માટે લોકોની ભીડ ટ્રેક પર જમા થઇ ગઈ હતી. આ જ દરમ્યાન ટ્રેન નંબર ૭૪૯૪૩ ત્યાંથી ચાલી ગઈ હતી અને ૬૧ લોકો આંખના પલકારામાં જ મોતને ભેટ્યા હતા.

તમને જણાવી દઈએ કે દેશનાં પીએમ મોદીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં વ્યક્તિના પરિવારને 2 લાખનું વળતર આપવાનું જાહેર કર્યું છે. આ ઉપરાંત આ ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલાં લોકો માટે 50,000 રૂપિયાનું વળતર જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારે આટલી આર્થિક સહાય આપવાનું જાહેર કર્યું હતું.

જયારે પંજાબ રાજ્ય સરકારે પર આર્થિક સહાય જાહેર કરી છે. પંજાબના ચીફ મીનીસ્ટરે જાહેર કર્યું હતું કે અમારી સરકાર દરેક મૃતકનાં પરિવારને 5 લાખ રૂપિયા આપશે અને ઘાયલ થયેલાં તમામ લોકોને સરકારી અને પ્રાઈવેટ હોસ્પીટલમાં ફ્રી ટ્રીટમેન્ટઆપશે.

પંજાબ રાજ્ય સરકારે આજે શોક જાહેર કર્યો છે ઉપરાંત રાજ્યની તમામ ઓફિસો અને એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટ બંધ રાખવાનું જાહેર થયું છે.