Ahmedabad News/ અમુલ અમેરિકા પછી યુરોપમાં પ્રવેશવા તૈયાર

અમુલ અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે, અમૂલનું તાજેતરમાં યુ.એસ.માં લૉન્ચ કરાયેલું દૂધ ‘અતિશય સફળ’ રહ્યું છે. આ સફળતાને જોતાં, અમે હવે યુરોપિયન માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર છીએ, જે બ્રાન્ડ માટે ઐતિહાસિક ક્ષણ હશે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 10 અમુલ અમેરિકા પછી યુરોપમાં પ્રવેશવા તૈયાર

Ahmedabad News: અમુલ અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે, અમૂલનું તાજેતરમાં યુ.એસ.માં લૉન્ચ કરાયેલું દૂધ ‘અતિશય સફળ’ રહ્યું છે. આ સફળતાને જોતાં, અમે હવે યુરોપિયન માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર છીએ, જે બ્રાન્ડ માટે ઐતિહાસિક ક્ષણ હશે.

મહેતાએ શનિવારે પ્રાઈવેટ બિઝનેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ ‘અમૂલ મોડલઃ ટ્રાન્સફોર્મિંગ લાઈવ્સ ઓફ મિલિયન્સ’ પરના 11મા ડૉ. વર્ગીસ કુરિયનના સ્મારક વ્યાખ્યાનમાં આ વાતો કહી હતી. XLRI એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારત હવે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે અને આવનારા વર્ષોમાં વિશ્વના એક તૃતીયાંશ દૂધનું ઉત્પાદન કરવાના માર્ગ પર છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘ડેરી એ માત્ર એક વ્યવસાય નથી – તે ગ્રામીણ ભારતની જીવનરેખા છે.’ યુ.એસ. મિલ્ક બિઝનેસમાં અમૂલના તાજેતરના પ્રવેશ વિશે વાત કરતા, મહેતાએ કહ્યું કે તે “અત્યંત સફળ” રહ્યું છે. અમુલ હવે પ્રથમ વખત યુરોપિયન માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર છે. બજારમાં ટકી રહેવા માટે, અમૂલ પ્રોટીનયુક્ત, ઓર્ગેનિક અને કેમિકલ-મુક્ત ઉત્પાદનો ઓફર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેના પર ગ્રાહકો વિશ્વાસ રાખે છે. ડૉ. કુરિયને તેની ક્ષમતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સતત વિસ્તરણની સાથે વિકસિત ઈકોસિસ્ટમની પણ પ્રશંસા કરી હતી.

અમુલને ગુજરાતમાં અને દેશમાં જબરદસ્ત સફળતા મળી છે અને તેના પછી અમેરિકામાં લોન્ચ કરેલી પ્રોડક્ટને પણ સફળતા મળી છે. તેનાથી ઉત્સાહિત અમુલ હવે યુરોપીયન બજારમાં પણ લોન્ચ કરવા આગળવધી રહી છે. આગામી સમયમાં અમુલના ઉત્પાદનોની પ્લેનો ભરીને નિકાસ થાય તો આશ્ચર્ય ન પામતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવરાત્રિને લવરાત્રિ કહેનારા સ્વામીનો બચાવ, મેં ફક્ત ખરાબ નજરવાળા લોકો પર વ્યંગ કર્યો

આ પણ વાંચો: SG હાઈવે અને શહેરની હદના રસ્તા પર ભારે વાહનો પર પ્રતિબંધ નિયમની ઘોર અવગણના

આ પણ વાંચો:  વડોદરા ગેંગરેપમાં ક્રાઇમ બ્રાન્ચે 48 કલાકમાં જ આરોપીઓ ઝડપ્યા, વિધર્મીઓ આરોપીઓ યુપીના