સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. કટારીયા ગામ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં છે. એક ટ્રક અને છોટા હાથી અથડાતાં આ અકસ્માતની ઘટના બની હતી. જેમાં ત્રણ વ્યક્તિઓના મોત થાય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગરના કટારીયા નજીક એક ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાતાં છોટા હાથીમાં રહેલા 3 પરપ્રાંતીય વ્યક્તિઓના મોત થાય છે. ટ્રક અને છોટા હાથી વચ્ચે જબરદસ્ત ટક્કર થઇ હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે છોટા હાથી ઊંધું વળી ગયું હતું. જેમાં સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ઘટના સ્થળે પહોંચી પોલીસની પ્રથામિક તપાસમાાં સામે આવ્યું છે કે, અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણેય લોકો પરપ્રાંતિય હતા અને તેઓ છોટા હાથીમાં સવાર હતા.
આ અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ભેગા થાય હતા. પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતકોને સ્થાનિક હોસ્પિટનમાં pm માટે મોકલી આપ્યા હતા.