Bhavnagar Accident News: ભાવનગર-અમદાવાદ માર્ગ પર ગણેશગઢ નજીક અકસ્માત બનવા પામ્યો. ગણેશગઢ નજીક કારને અકસ્માત થતાં લોકો ગંભીરપણે ઘાયલ થયા. અકસ્માતને પગલે પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી પ્રાથમિક તપાસ હાથ ધરી.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર- અમદાવાદ માર્ગ ગણેશગઢ નજીક એક કારને અકસ્માત થયો. કાર ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત બનવા પામ્યો. અકસ્માત બાદ કારમાં રહેલ દારૂની બોટલો અને બિયરના ટીનો રસ્તા પર ઉડયા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની પ્રાથમિક તપાસમાં પોલીસની સામે આવ્યું કે જે કારનો અકસ્માત સર્જાયો તેમાં વિદેશી દારૂ અને બિયરના અનેક ટીન હતા અને તે રસ્તા પર ઉડયા હતા. પોલીસે હાલમાં અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં અકસ્માતમાં આજે એક બીજો બનાવ બન્યો છે જેમાં મહિલાનું મોત થયું છે. વલસાડ હાઈવે પર એક મહિલા રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે પૂરપાટ વેગે આવતી કારે ટક્કર મારતા મહિલાનું કરુણ મોત નિપજયું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ ઘટના વડોદરાના નેશનલ હાઈવે પર મુકુંદ ઓવર બ્રીજ નજીક બનવા પામ્યો. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: પેરોલ પર છુટેલા કેદીનું ફતેગંજ બ્રિજ પર અકસ્માતમાં થયું મોત
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા