સુરેન્દ્રનગરના સાયલાના સાપર ગામમાં બાળક સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો વીડિયો વાયરલ થયો. જેમાં સાયલ પોલીસ મથકમાં ત્રણ શખસો સામે ફરિયાદ થઈ છે. સ્થાનિક લોકોમાં રોષનો માહોલ છવાતા પોલીસે પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. જો કે વાયરલ થયેલા વીડિયોની મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ કરતું નથી.
સાયલા સાપર ગામના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવી રહ્યું હોવાનો અત્યંત શરમ જનક વીડિયો વાઇરલ થચા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો. નરાધમો દ્વારા આવા ધૃણાસ્પદ કામનો વીડિયો ઉતારી અને વાઇરલ કરવામાં આવ્યો હોવા પાછળ અત્યંત નીચલી કક્ષાની માનસિકતા અને અપરાધીક ધ્રૃણાનું કારણ જોવામાં આવી રહ્યું છે.
જુઓ સંપૂર્ણ વિગતો સાથેનો આ વીડિયો અહેવાલ પણ – Surendranagar: સાયલા સાપર ગામના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…