Air India News: બોમ્બની ધમકીને કારણે સોમવારે સવારે મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી. મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો હતો. એર ઈન્ડિયાના પ્લેનને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું છે. હાલ તમામ મુસાફરો સુરક્ષિત છે. મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા પ્રોટોકોલ મુજબ પ્લેનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ વિમાનની તપાસ કરી રહી છે.
સોમવારે દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનને ફ્લાઈટમાં બોમ્બની ધમકીને ધ્યાનમાં રાખીને દિલ્હી તરફ વાળવામાં આવ્યું હતું. એરક્રાફ્ટ હાલમાં IGI એરપોર્ટ પર પાર્ક છે અને તેમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂને સલામત રીતે ઉતારી લેવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ માનક સુરક્ષા પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે. આ સાથે દિલ્હી પોલીસે તમામ મુસાફરોને કોઈપણ પ્રકારની અપ્રમાણિત માહિતીના પ્રસારને રોકવા માટે સહયોગની અપીલ કરી છે.
અગાઉ પણ મળી હતી ધમકી
આવો જ એક કિસ્સો 22 ઓગસ્ટે પણ પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે એર ઈન્ડિયાના અન્ય એક વિમાનમાં બોમ્બની ધમકી મળી હતી. આ ફ્લાઈટ મુંબઈથી તિરુવનંતપુરમ પહોંચી હતી. આ પછી એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ પછી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 657ને એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. આ પછી ફ્લાઈટને આઈસોલેશન બેમાં રાખવામાં આવી હતી. ત્યારબાદ તમામ 135 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને બહાર કાઢવામાં આવ્યા હતા.
ઈન્ડિગો ફ્લાઈટમાં પણ ધમકી મળી
આ પહેલા જૂન 2024માં ચેન્નાઈથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી, ત્યારબાદ પ્લેનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં 172 મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા. એરલાઈને કહ્યું હતું કે મુંબઈમાં લેન્ડિંગ વખતે ક્રૂએ પ્રોટોકોલનું પાલન કર્યું હતું અને સુરક્ષા એજન્સીની માર્ગદર્શિકા અનુસાર વિમાનને આઈસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું હતું. તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાષ્ટ્રને સંબોધન, કહ્યું- લહેરાતો તિરંગો હિંમતથી આપે છે
આ પણ વાંચો:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 78માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રને સંબોધન કરશે