ભાવનગર/ દર્દીને લેવા જઈ રહેલી એમ્બ્યુલન્સ ખાડામાં ફસાઈ

એમ્બ્યુલન્સને રસ્તા પરના ખાડામાંથી બહાર નિકાળવા ડ્રાઈવર દ્વારા ઘણો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ રસ્તા પરના ખાડા એટલા મોટા હતા કે એમ્બ્યુલન્સ ખાડામાંથી બહાર નીકળી ન શકી. 

Top Stories Gujarat Others
એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સને રસ્તા પરના ખાડામાંથી બહાર નિકાળવા ડ્રાઈવર દ્વારા ઘણો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ રસ્તા પરના ખાડા એટલા મોટા હતા કે

ભાવનગરમાં રસ્તાઓ પર પડેલા ખાડાના કારણે વાહન ચાલકો હેરાનગતી ભોગવી રહ્યા છે. પરંતુ હવે હદ્દ તો ત્યારે થઈ જ્યારે દર્દીને લેવા આવેલી 108 એમ્બ્યુલન્સ રસ્તા પરના ખાડામાં ફસાઈ હતી. એમ્બ્યુલન્સને રસ્તા પરના ખાડામાંથી બહાર નિકાળવા ડ્રાઈવર દ્વારા ઘણો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ રસ્તા પરના ખાડા એટલા મોટા હતા કે એમ્બ્યુલન્સ ખાડામાંથી બહાર નીકળી ન શકી.  ત્યારે એમ્બ્યુલન્સને નિકાળવા ટ્રાફિક ક્રેન બોલાવવાની ફરજ પડી હતી.  છેલ્લા ત્રણ મહિનાથી કુંભારવાડા વિસ્તારમાં પાણીની લાઈનને લઈ માઢીયા રોડ પર અનેક જગ્યાએ ખાડા ખોદવામાં આવ્યા છે. પરંતુ તંત્ર દ્વારા ખાડા પુરવાની કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી. જેનો ભોગ સામાન્ય નાગરિક બની રહ્યા છે.  આ બનાવને લઈ તંત્ર પર અનેક સવાલો ઉઠ્યા છે…

  • ડ્રાઈવરે એમ્બ્યુલન્સને બહાર કાઢવાના કર્યા પ્રયાસ
  • ટ્રાફિક ક્રેન બોલાવી એમ્બ્યુન્સને નિકાળાઈ બહાર
  • તંત્ર દ્વારા ક્યારે પુરવામાં આવશે ખાડા

ભાવનગર શહેરના કુંભરવાડા માં શેરી નંબર 8 માં દર્દીને લેવા આવેલી 108 એમ્બ્યુલન્સ રસ્તા પરના ખાડામાં ફસાઈ ગઈ હતી ગઈ હતી. દર્દી બિચારા રાહ જોતા બેસી રહ્યા અને ખુદ દર્દીને લેવા આવેલી એમ્બ્યુલન્સ ને કાઢવા માટે ટ્રાફિક ક્રેન બોલાવવી પડી હતી. દર્દીને લેવા માટે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ખાડામાં ફસાઈ જતા તેના ડ્રાઈવરે ખાડામાંથી બહાર કાઢવા માટે ઘણા પ્રયાસ કર્યા, પરંતુ ખાડામાં ફસાયેલુ ટાયર બહાર નીકળી શક્યું ન હતુ . ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિકો પણ દોડી આવ્યા અને તેમણે પણ એક્ઠા થઈ એમ્બ્યુલન્સને ધક્કો મારવાના અનેક પ્રયાસ કર્યા, પરંતુ ખાડામાં ખૂંપેલુ ટાયર બહાર નીકળતુ ન હતુ . ત્યારબાદ આખરે એમ્બ્યુલન્સને ખાડામાંથી કાઢવા માટે ટ્રાફિક ક્રેન બોલાવવામાં આવી હતી અને ટ્રાફિક ક્રેનની મદદથી એમ્બ્યુલન્સને બહાર કાઢવામાં આવી હતી .

108 ફસાવાનું કરણ

છેલ્લા ત્રણ મહિનાથી કુંભારવાડા વિસ્તારમાં પાણીની લાઈનને લઈને માઢીયા રોડ પર અનેક જગ્યાએ ખાડા ખોદવામાં આવ્યા છે અને આ ખાડા પુરવામાં આવ્યા નથી . તંત્રની આ પ્રકારની બેદરકારીનો ભોગ નિર્દોષ જનતા બની રહી છે અને દર્દીઓને સમયસર સારવાર પણ મળી શક્તી નથી . ત્યારે તંત્ર ક્યારે આ ખાડા પુરવાનું કામ કરશે તે તો તંત્ર જ જાણે.

Epidemic / કોરોના બાદ સ્વાઇન ફ્લૂનો કહેર, અમદાવાદમાં એક મહિનામાં 10 દર્દીનાં મોત