- મેટ્રો સીટી અમદાવાદમાં મસમોટી લૂંટનો બનાવ
- શાહપુર મેટ્રો પાસે લૂંટની બની ઘટના
- આશરે 3.50 કરોડના દાગીનાની લૂંટ
- આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયાની આશંકા
- 7.5 કિલો સોનાના દાગીના ભરેલી બેગ લૂંટી
- બેગ લઇ શખ્સો ફરાર થઇ જતાં તપાસ
- ભોગ બનનાર વ્યક્તિનું નામ પરેશ શાહ
- સુપર મોલમાં એસ.એસ.તીર્થ ગોલ્ડ નામની ધરાવે છે ઓફિસ
- સેકટર-1 ડીસીપી નીરજ બડગુજરે હાથ ધરી તપાસ
- શાહપુર મેટ્રો સ્ટેશનના CCTV કરાયા ચેક
અમદાવાદના શાહપુર મેટ્રો સ્ટેશન પાસે મોટી લૂંટના સમાચાર સામે આવી રહ્યા છે. આગડિયા પેઢીના કર્માચરી પાસેથી 3.5 કરોડના દાગીનાની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઇ ગયા છે. આંગડિયા પેઢીના કર્મચારી પાસે બેગમાં આશરે 7.5 કિલો સોનાના દાગીના હતા ,આ બેગને લઇને તેઓ શાહપુર મેટ્રો સ્ટેશનથી જઇ રહ્યા હતા ત્યારે આ લૂંટનો બનાવ બન્યો હતાે.લૂંટનો ભાગ બનનાર વ્યકિતનું નામ પરેશ શાહ છે. તેઓ સુપર મોલમાં એસ.એસ.તીર્થ ગોલ્ડ નામની ઓફિસમાં કામ કરે છે. આ મામલાની જાણ થતા પોલીસ કાફલા સાથે દોડી આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ મસમોટી લૂંટની તપાસ સેકટર 1ના ડીસીપી નીરડ બડગુજડરે કરી રહ્યા છે. પ્રાથમિક તપાસ હેઠળ હાલમાં સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી છે. આ લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ પણ સામેલ થઇ છે. લૂંટારુઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.