Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રોગચાળો (Epidemic) વધ્યો છે. સિવિલમાં ડેન્ગ્યુના 28 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં ડેન્ગ્યુના 60થી વધુ કેસ નોંધાયા છે. ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના અનેક કેસ નોંધાયા છે. બેવડી ઋતુના કારણે લોકોના રોગોમાં વધારો થયો છે. પાલનપુરમાં ડેન્ગ્યુ કાબૂ બહાર ગયો છે. સિવિલમાં ડેન્ગ્યુના 28 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ભીડ જોવા મળી રહી છે. વરસાદી સિઝન અવિરત ચાલુ હોવા છતાં મચ્છરોની ઉત્પત્તિ અટકાવવાના પ્રયાસોમાં આરોગ્ય વિભાગ નિષ્ફળ રહ્યું છે.
ડેન્ગ્યુના (Dengue) અનેક કેસો માત્ર સરકારી જ નહીં ખાનગી હોસ્પિટલોમાં પણ જોવા મળી રહ્યા છે. બેવડી ઋતુના કારણે લોકોના રોગોમાં ભારે વધારો થઈ રહ્યો છે. પાલનપુરના નાની બજાર, મોટા બજાર, ફોફળિયા કુવા, તીનબત્તી, માલણ દરવાજા, મફતપુરા, મીરા દરવાજા સહિતના વિસ્તારો ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ તાવના ઘણા કેસ નોંધાયા છે . જો કે બધા જ તાવ ડેન્ગ્યુ હોતા નથી.
પાલનપુરમાં ડેન્ગ્યુના 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. બહારના વ્યક્તિને ચિકનગુનિયા થયો હતો. ચેપી મચ્છરના કરડવાથી, સતત તાવ છ થી સાત દિવસ સુધી રહે છે. જ્યારે માથાનો દુખાવો, શરીર અને સાંધાના દુખાવા જેવા લક્ષણો દેખાય ત્યારે દર પાંચ દિવસે NS1 ટેસ્ટ કરાવવાથી ડેન્ગ્યુ એન્ટિજેન (પ્રારંભિક તબક્કો) શોધી શકાય છે અને સચોટ સારવાર શરૂ કરી શકાય છે. 10 દિવસ પછી IgM પરીક્ષણ કરીને ડેન્ગ્યુ એન્ટિબોડીઝ (શરીરની સ્થિતિ) શોધી શકાય છે. 15 દિવસ પછી, ડેન્ગ્યુના અંતિમ તબક્કાને IgG પરીક્ષણ દ્વારા શોધી શકાય છે.
આ પણ વાંચો: રાજકોટમાં વેગ પકડતો રોગચાળો, સામાન્ય તાવના 631 કેસ
આ પણ વાંચો: સુરતમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો, લેપ્ટોસ્પાઈરોસિસના બે કેસ નોંધાતા તંત્ર હરકતમાં
આ પણ વાંચો: સુરતમાં આરોગ્ય વિભાગ રોગચાળો ફાટી નીકળતો અટકાવવા એક્શનમાં