@સલમાન ખાન, મંતવ્ય યૂઝ – જામનગર
જામનગર શહેરને ફરી શર્મશાર કરતી ઘટના પ્રકાશ માં આવી છે.એક તરુણી પર 3 નરાધમો દ્વારા જુદા જુદા 3 સ્થળોએ બોલાવી દુષ્કર્મ આચાર્યા ની ફરિયાદ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે.પોલીસે ત્રણેય નરાધમો ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે તો બીજી બાજુ દુષ્કર્મ આચરનાર ત્રણેય સામે ફિટકાર વરસી રહ્યો છે.
આ પણ વાંચો :વડોદરાનાં ગોઠડા નજીક કેમિકલ કંપનીમાં આગ, 8 કર્મચારીઓ ઇજાગ્રસ્ત
જામનગર શહેર ના મોમાઇનગર વિસ્તારની 16 વર્ષીય અભ્યાસ કરતી તરુણી ગત 16 માર્ચ ના રોજ પોતાના ઘરેથી એસાઇંગમેન્ટ તૈયાર કરવા બહેનપણી ના ઘરે જવા નીકળી હતી.જે બાદ રાત્રી સુધી તે પોતાના ઘરે પરત ન ફરતા તરુણી ના પરિવાર દ્વારા તપાસ કરવામાં આવતા તરુણી પોતાના બહેનપણી ના ઘરે પણ ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પિતાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકે પોતાની પુત્રી ગુમ થયા ની ફરિયાદ નોંધવતા પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો.જો કે ગુમ થયા ના ત્રણ દિવસ બાદ તરુણીને પોલીસે શોધી કાઢી હતી અને છેલ્લા ત્રણ દિવસ તરુણી ક્યાં ગઈ હતી તે બાબતે પૂછતાછ કરતા જ તેના પર દુષ્કર્મ થયા નું તરુણીએ પોલીસ ને જણાવ્યું હતું.
આ પણ વાંચો :વિદ્યાર્થિનીના આપઘાત મામલે કારણ એવું હતું કે માતા-પિતા સહિત તમામ લોકો આ વાત પર અશ્ચર્ય થઇ ગયા..
તેમજ દુષ્કર્મ આચરનાર ત્રણેય નરાધમો ધવલ જગદીશ ભાઈ ભાવનાની, ચિરાગ કમલેશભાઈ અને પ્રવીણ શાંતિલાલ ધોળકિયા ના નામો પોલીસ ને આપ્યા હતા.જેને લઈને પોલીસે તરુણી નો મેડિકલ રિપોર્ટ કરાવવા સહિત ની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ભોગ બનનાર તરુણી ના પિતાએ પોતાની પુત્રી પર ત્રણ નરાધમો દ્વારા જુદા જુદા સ્થળો એ લઈ જઈ તરુણી ને લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચાર્યા ની ફરિયાદ નોંધવતા પોલીસે ત્રણેય નરાધમો ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.બીજી બાજુ દુષ્કર્મ આચરનાર નરાધમો પર ચો તરફથી ફિટકાર વરસી રહ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…