Ahmedabad News/ પુનાથી વૃદ્ધે ઘાટલોડીયા પોલીસને ફોનથી દીકરીના આપઘાતની જાણ કરી,પતિએ બેવાર એબોર્શન કરાવડાવ્યું હતું

પરિણીતાએ પતિના ત્રાસથી કંટાણી આપઘાત કરી લીઘો હતો

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 11 11T200119.563 પુનાથી વૃદ્ધે ઘાટલોડીયા પોલીસને ફોનથી દીકરીના આપઘાતની જાણ કરી,પતિએ બેવાર એબોર્શન કરાવડાવ્યું હતું

Ahmedabad News : પુનાથી એક વૃદ્ધનો ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો અને કહ્યુ કે, મારી દીકરીનો ફોન સ્વીચઓફ છે અને તેણે આપઘાત કર્યો છે. પોલીસ સ્ટેશનમાં આવેલા ફોનની ગંભીરતા લઇને ઘાટલોડીયા પોલીસની ટીમ ઘાટલોડીયાના સંકલ્પ રો હાઉસના મકાન નંબર 11માં પહોંચી જ્યા એક પરિણીતાની લાશ મળી આવી હતી. પરિણીતાએ પતિના ત્રાસથી કંટાણી આપઘાત કરી લીઘો હતો. મરતા પહેલા તેને તેની માતાને વ્હોટ્સએપ મેસેજ કર્યો હતો કે, મમ્મી બેડ કે નીચે સુસાઇડ નોટ રખા હૈ, પોલીસ પૂછે તો બતા દેના. ઉલ્લેખનીય છે કે, પરિણીતા લગ્ન થયા બાદ બે વખત ગર્ભવતી થઇ હતી, પરંતુ પતિને બાળક જોઇતુ નહીં હોવાથી તેણે સરકારી હોસ્પિટલમાં લઇ જઈ બન્ને વખત ગર્ભપાત કરાવતો હતો.

મહારાષ્ટ્ર રાજ્યના પુના જિલ્લામાં આવેલા લક્ષ્મી નંદનવન એપાર્ટમેન્ટમાં 68 વર્ષિય સુરેશચંદ્ર મિશ્રાએ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં જમાઇ ગીરીરાજ શર્મા વિરૂદ્ધ આત્મહત્યાની દુષપ્રેરણાની ફરિયાદ કરી છે. સુરેશચંદ્ર પત્નિ સવિતાબેન, પુત્ર અભીજીત, પુત્રવધુ અને પૌત્ર સાથે સંયુક્ત પરિવારમાં રહે છે અને નિવૃત જીવન ગુજારે છે. સુરેશચંદ્રની દીકરી પલ્લવીના લગ્ન વર્ષ 2012માં પુના ખાતે રહેતા શરદ જોશી સાથે થયા હતા. પલ્લવીને 11 વર્ષનો દીકરો વરદ પણ છે. વર્ષ 2019માં પલ્લવીને ડાબી આંખની પાસે ગાંઠનું ઓપરેશન કરાવ્યુ હતું. જે બાદ શરદ તેને લેવા માટે આવ્યો નહીં અને તેની કોઇ દરકાર પણ લીધી નહી. શરદ પલ્લવીને રાખવા માંગતો નહીં હોવાથી વર્ષ 2021માં બન્નેએ છુટાછેડા લઇ લીધા હતા. છુટાછેડા બાદ પલ્લવી અને વરદ સુરેશચંદ્ર સાથે રહેતા હતા.

સુરેશચંદ્રએ પલ્લવીના બીજા લગ્ન કરાવવાનું નક્કી કરી લીધુ હતું અને જીવન સાથી ડોટ કોમ એપ્લીકેશન પર રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. લગ્ન માટે મેટ્રી મોનીયલ સાઇટ પર સર્ચ કરતા હતા, ત્યારે ગીરીરાજ શર્માની પ્રોફાઇલ જોવા મળી હતી. ગીરીરાજ શર્મા સુરેશચંદ્રના સમાજનો થતો હોવાથી તેણે તેનો પલ્લવીના લગ્ન માટે સંપર્ક ર્યો હતો. ગીરીરાજ સાથે દોઢ વર્ષથી સુરેશચંદ્રની વાતચીત ચાલુ હતી અને પલ્લવીને થયેલી બીમારી માટેની પણ વાત કરી હતી. ફ્રેબુઆરી 2024માં ગીરીરાજ શર્મા રમેશચંદ્રના ઘરે આવ્યા હતા અને રૂબરૂમાં વાતચીત કરી હતી.ગીરીરાજ શર્માના પણ પહેલા લગ્ન થયા હતા, જેમાં તેને બે બાળકો હોવાની વાત કરી હતી. ગીરીરાજ અમદાવાદ ખાતે રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હોવાનું કહ્યુ હતું. રમેશચંદ્રએ પલ્લવીની મુલાકાત ગીરીરાજ સાથે કરાવી હતી.

બન્ને એક બીજાને પંસદ આવતા અંતે તેણે લગ્ન કરવાનુ નક્કી લીધી લીધુ હતું. ગીરીરાજે લગ્ન પહેલા રમેશચંદ્રને ખાતરી આપી હતી કે, તે પલ્લવીને સારી રીતે રાખશે અને તેની સારવાર કરાવશે. ગીરીરાજ અને પલ્લવીએ એક બીજા સાથે ફોન પર વાતો કરવાની શરૂ કરી દીધી હતી. દરમિયાનમાં ગીરીરાજે પલ્લવીને અમદાવાદ આવવા માટેનો આગ્રહ કર્યો હતો અને તેને અહીંયા નોકરી મળી જશે તેવુ પણ કહ્યુ હતું. રમેશચંદ્રએ પલ્લવીને ગીરીરાજ પાસે માર્ચ મહિનામાં મોકલી દીધી હતી. ગીરીરાજ અને પલ્લવી બન્ને સાથે રહેવા લાગ્યા હતા.

બાદમાં રમેશચંદ્ર પરિવાર સાથે અમદાવાદ આવ્યા હતા, જ્યાં 27 માર્ચના રોજ પલ્લવી અને ગીરીરાજના લગ્ન કરાવી દીધા હતા. લગ્ન બાદ 1 એપ્રીલના રોજ બન્ને જણા કોર્ટમાં પણ લગ્ન કરી લીધા હતા. લગ્નબાદ રમેશચંદ્ર પત્નિ સાથે પરત પુના જતા રહ્યા હતા. લગ્નના એક મહિના બાદ પલ્લવીનો પિતા પર ફોન આવ્યો હતો અને કહેવા લાગી હતી કે, ગીરીરાજ ઘરમાં નાની-નાની બાબતે બાબલ કરે છે, શાકભાજી લેવા કે અન્ય કામથી બહાર જાઉ તો શંકા કરે છે. ગીરીરાજ કહ્યા વગર 10-15 દિવસ બહાર ગામ જતો રહે છે અને ઘરખર્ચના રૂપિયા પણ આપતો નથી. પલ્લવીની વાત સાંભણીને રમેશચંદ્ર તેને બધુ સારૂ થઇ જશે તેવુ કહ્યું હતું.

પલ્લવી નોકરી પર લાગ્યા બાદ ગીરીરાજે નફ્ફાઇટ પુર્વક તેને કહ્યુ હતું કે, ઘરનો તમામ ખર્ચ તારે કરવો પડશે, હું તને પૈસા નહીં આપુ. ગીરીરાજ અનેક વખત પલ્લવીને મારમારતો હતો અને ત્રાસ પણ આપતો હતો. 8 નવેમ્બરના રોજ પલ્લવીએ તેની માતાને વ્હોટ્સએપ મેસેજ કર્યા હતા, મેં તમામ દવાઓ લઇ લીધી છે. બાદમાં બીજો મેસેજ આવ્યો હતો કે, મમ્મી બેડ કે નીચે સુસાઇડ નોટ રખા હૈ, પોલીસ પૂછે તો બતા દેના. આ મેસેજ જોતીની સાથેજ સવિતાબેને પલ્લવીને ફોન કર્યો હતો, પરંતુ તેનો ફોન બંધ હતો.

રમેશચંદ્રએ તરતજ ગીરીરાજને ફોન કર્યો, પરંતુ તેણે પણ ફોન રિસિવ કર્યો નહીં. રમેશચંદ્રએ તરતજ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનનો નંબર લીધો અને ફોન કરી દીધો હતો. રમેશચંદ્રએ પુનામાં બેઠાબેટા ઘાટલોડીયા પોલીસ પાસે મદદ માંગી હતી અને તેની દીકરીએ આત્મહત્યા કરી શકે તેવી શંકા વ્યક્ત કરી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા લઇને સીધી પલ્લવીના ઘરે પહોંચી ગઇ હતી, જ્યાં તે મૃત હાલતમાં હતી. પોલીસે રમેશચંદ્રને ફોન કરીને પલ્લવીએ દવા પીને આપઘાત કર્યો હોવાની જાણ કરી હતી. રમેશચંદ્ર તરતજ પરિવાર સાથે અમદાવાદ આવ્યા હતા અને પલ્લવીની અંતિમ વિધી કરીને જમાઇ ગીરીરાજ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. પોલીસે ગીરીરાજ વિરૂદ્ધ આત્મહત્યાની દુષપ્રેરણાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

ગીરીરાજની પહેલી પત્નિનું અવસાન થયુ હતું અને તેના બે બાળકો રાજસ્થાન તેના માતા-પિતા સાથે રહેતા હતા. ગીરીરાજના પલ્લવી સાથે લગ્ન થયા બાદ તે બે વખત ગર્ભવતી થઇ હતી. ગીરીરાજને બાળક જોઇતુ નહીં હોવાથી તે પલ્લવીને સરકારી હોસ્પિટલમાં લઇ જતો હતો અને બાદમાં ગર્ભપાત કરાવતો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં IPS અધિકારીના પત્નીની આત્મહત્યાથી ચકચાર

આ પણ વાંચો: અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં યુવતીએ બીમારીથી કંટાળી આત્મહત્યા કરી

આ પણ વાંચો: અમદાવાદમાં એકજ દિવસમાં પાંચ આત્મહત્યાના બનાવ, મહિલાવર્ગમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું