આણંદઃ ખેડા જિલ્લા માટે રાહતના સમાચાર છે. જિલ્લામાં અંદાજે લગભગ 300 કરોડ રૂપિયાના પાણી પુરવઠાના કામ પૂરા કરવામાં આવ્યું છે. આ પાણી પુરવઠાના ચાર કામનું લોકાર્પણ માતર તાલુકાના પરીએજ તળાવ ખાતેથી રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે કરવામાં આવશે.
આ ચાર યોજના પૂરી થતાં હવે આણંદ-ખેડા જિલ્લાના વિવિધ તાલુકાના મળીને કુલ 101 ગામ અને એક શહેરની કુલ 4.45 લાખની વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે. રહેશે. રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગે કુલ 289.67 કરોડના ખર્ચે ચાર પાણી પુરવઠા યોજના પૂરી કરી છે. તેના પગલે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના 39 ગામોના લોકોને તથા ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના 62 ગામના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે.
સરકારની પાણી પુરવઠા યોજનાઓમાં જોઈએ તો ખેડા જિલ્લા માટે દક્ષિણ ઠાસરા ગળતેશ્વર જૂથનું કામ 81.70 કરોડના ખર્ચે પૂરુ કરાયું છે. જ્યારે ઉત્તરઠાસરા ગળતેશ્વર જૂથની પાણી પુરવઠાનું કામ 76.59 કરોડના ખર્ચે પૂરું કરવામાં આવ્યું છે.
આ યોજના હેઠળ ઠાસરા તાલુકાના શાહપુરમાં 33.75 એમએલડી ક્ષમતાના જળશુદ્ધિકરણ પ્લાન્ટ બનાવી ઊંચી ટાંકી મારફત પાઇપલાઇન દ્વારા ઠાસરા તાલુકાના 24 અને ગળતેશ્વર તાલુકાના 38 મળી કુલ 62 ગામના 2.24 લાખના લોકોને દૈનિક 100 લિટર પ્રતિ વ્યક્તિના ધોરણે મહીસાગર નદી આધારિત પીવાનું ચોખ્ખુ પાણી પહોંચાડવામાં આવશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ