સાબરમતી નદી પર આણંદ વાસદ –બગોદરા રોડ પર નવા ગલિયાણા બ્રિજનું 13 ઓગસ્ટે ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હસ્તે શરૂ કરાયેલો બગોદરા તારાપુર વાસદ બ્રિજ પર મોટા ગાબડા પડ્યા છે. 48 કરોડના ખર્ચે સાબરમતી નદી પર બાંધવામાં આવેલા આ બ્રિજ પર ચાર જ દિવસમાં મોટા ગાબડા પડ્યા છે.
ગત 13 ઓગસ્ટે નાયબ મુખ્ય મંત્રી નિતિન પટેલ અને રાજ્યના શિક્ષણ મંત્રીને હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 48 કરોડ જેવી જંગી રકમના ખર્ચે બંધવામાં આવેલો આ બ્રિજ 48 દિવસ પણ નથી થયા અને મસ મોટા ગાબડાં પડી ગયા છે.
આ બ્રિજના બાંધકામમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની લોક મુખે ચર્ચા થઈ રહી છે. અને લોકો દ્વારા આ ભ્રષ્ટાચાર ની તપાસ કરવા અંગેની પણ માંગણી ઉઠી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.