આણંદ,
આણંદમાં ફૂ઼ડ પોઇઝનિંગની ઘટના બની છે. એકી સાથે 100 જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે. બેડવા ગામે લગ્નપ્રસંગમાં આ તમામ લોકોએ ભોજન લીધા બાદ તુરંત જ ઝાડા-ઉલ્ટી થવા માંડ્યા હતા.
ઝાડા-ઉલ્ટી થતાં લોકોની તબીયત લથડી ગઇ હતી. જેથી તેમને સાણસા અને આણંદની જુદી-જુદી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તો આ તમામની સારવાર ચાલી રહી છે.