Anand News/ ભાજપના આણંદના આંકલાવના ભાજપ સંગઠનમાં સાગમતટે 22ના રાજીનામા

ભાજપના આણંદના આંકલાવના સંગઠનમાં ભડકો થયો છે. ભાજપ સંગઠનના 22 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. 18 ઓગસ્ટે શહેર મહામંત્રીએ રાજીનામુ આપ્યું હતું. મહામંત્રી વિશાલ પટેલના સમર્થનમાં બીજા બધા લોકોએ રાજીનામા આપ્યા છે. જિલ્લા સંગઠનની નબળી નેતાગીરીને લઈને ચર્ચા ચાલે છે.

Gujarat Others Breaking News
Beginners guide to 2024 08 24T171539.634 ભાજપના આણંદના આંકલાવના ભાજપ સંગઠનમાં સાગમતટે 22ના રાજીનામા

Anand News: ભાજપના આણંદના આંકલાવના સંગઠનમાં ભડકો થયો છે. ભાજપ સંગઠનના 22 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. 18 ઓગસ્ટે શહેર મહામંત્રીએ રાજીનામુ આપ્યું હતું. મહામંત્રી વિશાલ પટેલના સમર્થનમાં બીજા બધા લોકોએ રાજીનામા આપ્યા છે. જિલ્લા સંગઠનની નબળી નેતાગીરીને લઈને ચર્ચા ચાલે છે.

એક પરિવારની ભાવનાથી જોડાયેલ અને સૌથી સક્રિય સંગઠનનાં બાવીસ હોદ્દેદારો એ એક સાથે રાજીનામું મૂકતા શહેર તથા તાલુકામાં અનેકો ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગત નગરપાલિકા ચૂંટણીમાં મેન્ડેટનાં લીધે સસ્પેન્ડ થયેલાની પક્ષમાં ચાલતી દખલગીરીથી સ્થાનિક કાર્યકરો નારાજ છે.

ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલ અમુક લોકોના વિરોધમાં મહામંત્રી એ રાજીનામું આપ્યું હતું. મહામંત્રી વિશાલ પટેલના સમર્થન માં આજે વધુ 22 રાજીનામા પડ્યા હતા. કૉંગ્રેસના ગઢમાં ભાજપી હોદેદારો સ્થાનિક સંગઠનથી નારાજ થયા હતા. જિલ્લા સંગઠનની નબળી નેતાગીરી જવાબદાર હોવાની ચર્ચા છે. આંકલાવ ભાજપમાં ગાબડું પડતા ભર ચોમાસે રાજકીય વાતાવરણ ગરમાયુ છે.

લોકસભાની ચૂંટણીમાં પણ આંકલાવ મત વિસ્તારમાં ભાજપની સ્થિતિ ખૂબ જ ખરાબ રહી હતી. ત્યારે આંકલાવ ભાજપ સંગઠનમાં જૂથવાદ અને જાતિવાદના સમીકરણ સર્જાયા હતા. જે વિવાદ હજુ શાંત થવાનું નામ લેતો નથી. આંકલાવ શહેર ભાજપના મહામંત્રી વિશાલ પટેલે આણંદ જિલ્લા પ્રમુખ તથા પ્રદેશ ભાજપ પ્રમુખને પોતાનું લેખિત રાજીનામું આપી દીધું છે.

મહામંત્રી વિશાલ પટેલે રાજીનામામાં જણાવેલું છે કે, આંકલાવ શહેરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પાંચ વ્યક્તિઓ તથા અન્ય વ્યક્તિઓએ ભેગા મળીને તેમને તથા તેમના પરિવારને બદનામ કરવાની કોશિશ કરેલી છે. પોતાના ધંધામાં પણ આડઅસર થાય તેવી પ્રવૃત્તિ કરેલી છે.

ખરેખર ભાજપ સંગઠનમાં વ્યક્તિગત પરિવાર સંબંધિત આક્ષેપો થતા નથી જે બાબતની મેં આણંદ જિલ્લા પ્રમુખ રાજેશ પટેલને પણ જાણ કરી હતી. છતાં આંકલાવ શહેરના ભાજપ કાર્યકરો દ્વારા મારી પ્રતિાને નુકસાન થાય તેવી ગતિવિધિઓ થઈ રહી છે. તેથી મેં આંકલાવ શહેર ભાજપના મહામંત્રી પદેથી રાજીનામું આપેલું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતના રાજકારણમાં મોટાપાયા પર ફેરફારના સંકેત

આ પણ વાંચો: પીડિતાના શરીરમાં સ્પર્મ! શું આરોપી રાજકારણીનો પુત્ર છે? પોલીસ કમિશનરે કર્યો ખુલાસો

આ પણ વાંચો: હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદ રાજકારણ ગરમાયું! મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકારને ઘેરી હતી